________________ આદ્રકુમારને તીવ્ર વૈરાગ્ય થયે. એ આર્ય દેશમાં જવા માટે પિતાની આજ્ઞા માગતાં, પિતાએ ના પાડી તેથી ઉદ્વિગ્ન રહેતા. પિતાએ “આ ખાનગીમાં આર્યદેશમાં ભાગી ન જાય” એ માટે 500 સુભટોને ચેક કરવા સેવામાં મૂક્યા. આદ્રકુમાર એમને અવર નવર ભેટ આપતા, તથા રાજ ઘોડેસ્વારી કરવા જતાં પોતે આગળ નીકળી જાય અને પાછા આવે. એમ કરી સુભટને વિશ્વાસમાં લીધા. પછી એકવાર સમુદ્રતટે વહાણ તૈયાર રખાવી પોતે ઘોડેસવારીમાં સીધા ત્યાં પહોંચી જઈ તરત જ વહાણમાં પલાયન થઈ ગયા! આર્ય દેશમાં ઊતર્યા. એમને લક્ષ્મીપુર નગરમાં પુણ્યનંદન આચાર્ય મહારાજની વૈરાગ્યભરી દેશના સાંભળવા મળી. “લજાથી ભયથી વગેરે કઈ પણ કારણે શુદ્ધ ધર્મ કરે એનું અમાપ ફળ મળે.” એવું સાંભળવા મળ્યું, એટલે પિતે તરત જ ચારિત્ર લેવા તૈયાર થાય છે. ત્યાં દેવીએ “હજી તમારે ભેગાવલિ કર્મ બાકી છે માટે હમણાં ચારિત્ર ન લે, નહિતર ચારિત્રમાંથી પતિત થશે”—એમ કહેવા છતાં ઉત્કટ વૈરાગ્યને લીધે પિતે ચારિત્ર લઈ ખૂબ ત્યાગ-સંયમ–તપસ્યા આદરતા ગયા. એમાં પૂર્વભવની પત્ની બંધુમતી, જે અહીંયા એક નગરમાં શ્રેષ્ઠી પુત્રી શ્રીમતી નામે થયેલી, તે સહિયરે સાથે ગામ બહાર મેટા દેવળમાં રમત રમવા ગઈ. એ પૂર્વે ત્યાં આદ્રકુમારમુનિ આવીને ધ્યાનમાં ઊભેલા છે. હવે આગળ અહીંથી વાંચો. ]