________________ કષ્ટ આપી રહ્યો છું. તેની ક્ષમા ચાહું છું. આપ તે મહાન પુરુષ છે, મને માફ કરે. આવો મારા ખભે બેસી જાઓ, આપને હું ઊંચકીને સાવચેતીથી લઈ ચાલીશ, જેથી આપને કર્ટ. નહિ પડે!” ગુરુને એ ખભે ઊંચકીને ચાલવાનું કષ્ટ ઊપાડે છે, ને ઉપરથી અહોભાગ્ય માને છે કે “વાહ કે સરસ યોગ! દીક્ષા લઈને તરતમાં જ ગુરુજીને ઊંચકીને ચાલવાનો મહાન લાભ મળ્યો ! અહોભાગ્ય મારાં !" શું છે આ? વધતું ભક્તિબળ અને સંકલ્પબળ. ગુરુ સમજીને કર્યા છે, તે હવે જાતને ભૂલી ગુરુસેવા જ મન પર રાખવાની. મશ્કરીમાં લોચ પછી કેવીક વૈરાગ્યભરી સમજ - અલબત્ પહેલાં પિતે “દીક્ષા આપે એમ મશ્કરીમાં કહ્યું હતુંઅને આચાર્યો લોચ કરી પણ નાખ્યો હતો, કિન્તુ પછી કાંઈ આચાયે દીક્ષા આપવાને બળાત્કાર નથી કર્યો, એ તે પોતે જ વિચાર્યું કે હવે જે મૂંડાયેલ મસ્તકે ઘેર જાઊં તો બધા મશ્કરી કરે. એના કરતાં હવે તે કેમ? તે કે મૂંડાયા ભાઈ મૂંડાયા; મૂંડાયા તે દીક્ષા લઈ જ લેવી. એમ વિચાર કરી દીક્ષા પિતે જ માગી લઈને આચાર્યને ગુરુ બનાવ્યા છે, એ સમજીને જ બનાવ્યા છે. શું સમજીને? આ જ કે ભલે હસવામાંથી ખસવું થયું, પરંતુ તે લાભમાં જ