________________ ૧૫ર હસ્તિતાપસ-મતનું ખંડન :આકુમાર મહર્ષિ એમને જવાબ આપતાં કહે છે - હે આયુષ્યમાન તાપસ! ભલે તમે એકજ હાથીને મારતા હો, છતાં તમે સર્વથા જીવહિંસાથી નિવૃત્ત નથી. વળી તમારે “સર્વથા હિંસા નહિ કરવી” એવું વ્રત પણ નથી. ઉપરાંત તમારે સંપૂર્ણ અહિંસાનું પાલન પણ નથી; તેમજ ભિક્ષાર્થે ફરનારાને તમે આશંસાવાળા કહે છે, પણ ખરું જોતાં તમે પંચેન્દ્રિય પ્રાણું મહાકાય હાથીને મારવા તત્પર બને છે, ત્યાં તમારે એમાં ઈચ્છા–આશંસાદોષ અતિદુષ્ટ હિોય છે; કેમકે આવા મેટા બળવાન પંચેન્દ્રિય જીવ હાથીને મારે હોય ત્યારે તમારે અતિ ક્રૂર દિલ કરી એને સાંકળે બાજુથી એના પર તીકણ બાનો વરસાદ વરસાવ પડે. એ રીતે તમે એને મારી નાખે એમાં તમારે અતિદુષ્ટ ઈચ્છા–આશંસા ક્યાં ન આવી? સાધુને ભિક્ષા વિવિધ હિંસા વિનાની : હે ચતુર તાપસ! આની સામે તમે જુએ કે, અમારે સાધુઓને એક નાને પણ જીવ મારવાની આશંસા જ નથી કરવી પડતી. અમારે લેશ માત્ર ઈચ્છા નહિ કે “એક પણ જીવને હું મારું.” એટલું જ નહિ, પણ ગૃહસ્થ પાસે એક પણ જીવને મરાવવાની ય ઈચ્છા - આશંસા અમારે કરવાની હોતી નથી. અરે ! એ શું, અમારા કહ્યા વિના ગૃહસ્થ એની મેળે ભક્તિથી જે અમારે માટે જીવહિંસા કરી ભેજન બનાવે, તે તે ય અમારે કલ્પતું નથી ! કેમકે, એમાં અમે હિંસાની અનુમેદ