________________ 118 એ સાંભળીને જરાય આકુળવ્યાકુળ નથી થતા, પણ સૌમ્ય દષ્ટિથી એમના તરફ નજર નાખીને કહે છે - હે બૌદ્ધભિક્ષુક ! તમે જે આ બૌદ્ધ ભિક્ષુઓને ધર્મ બતાવ્યો, તે અત્યન્ત અ-ઘટતો છે, ધર્મસ્વરૂપની સાથે સંગત જ થાય એવું નથી; એનું કારણ એ છે કે, ભલે સિદ્ધાન્ત માન્યું કે “ભાવ શુદ્ધ હોય તો ધમ, ને ભાવમલિન હોય તે અધમ તથા કર્મબંધ; પરંતુ પહેલું તે એ વિચારવા જેવું છે કે ભાવ શુદ્ધ ને રહે ? * ભાવશુદ્ધિ ક્યાં હોય? હિંસાના કામ કરતો હોય, ને હાલવા-ચાલવા-બોલવા વગેરેમાં સાવદ્ય-નિરવદ્ય (સપાપ-નિષ્પા૫) નો કશે ખ્યાલ ન રાખતાં જેમ જેમ પ્રવર્તતે હોય, એને શું ભાવશુદ્ધિ હતી હશે? તે તે પછી ગૃહસ્થને પણ ભાવશુદ્ધિ હોવામાં વાંધો નહિ! જે એમ ગૃહસ્થપણે ભાવશુદ્ધિ અખંડ રહેતી હોય, તે પછી એ ઘર છેડી શું કામ ભિક્ષુધર્મ સ્વીકારે? ભિક્ષુને ગૃહસ્થ કરતાં શી વિશેષતા, જે ધર્મ મનમાની ભાવશુદ્ધિ પર જ આધારિત હોય? તમે જ કહે છે, કે “બાહ્ય અનુષ્ઠાન અકિંચિત્કર છે; ભાવશુદ્ધિનું આંતરિક અનુષ્ઠાન જ મહત્વનું છે, તે આવા તમારા કથનના હિસાબે તે એ ભાવશુદ્ધિ તો સંસારમાં–ઘરવાસમાં બેઠા રહીને રાખી શકાય છે, પછી શું કામ એ ઘરવાસ છેડીને ભિક્ષુ થવું? માટે, જે સંસાર-ત્યાગી ભિક્ષુની વિશેષતા બતાવવી. હેય તે કહે, કે જે સર્વેસર્વા અહિંસા માટે ઊડ્યો હોય, જેણે જીવનભરની સર્વથા હિંસા-ત્યાગની પ્રતિજ્ઞા કરી હોય