________________ કરી એના જ પાલનથી સ્વર્ગમાક્ષ-પ્રાપ્તિ કહો છો, અને. બીજાનાં સિદ્ધાન્તથી નહિ,” એમ કહે છે, તે શું તમે. ય વ્યર્થ અભિમાન કરનારા અને નિંદક નથી ઠરતા? એ તો જગતમાં જેમ સૌ તીર્થિકે પિતપતાના. સિદ્ધાન્ત રજુ કરે છે, તેમ અમે પણ “સ્વાદુવાદ સિદ્ધા. તથી જ વસ્તુનું યથાવસ્થિત સ્વરૂપ જણાય, એકાન્તવાદી સિદ્ધાન્તથી નહિ, એમ રજુ કરીએ છીએ તેમાં વ્યર્થ અભિમાન કે નિંદા ક્યાં આવી ? અમે તો એટલું જ કહીએ છીએ કે “જોઈ જુઓ, યુક્તિ-ન્યુક્તત્વ ક્યાં છે? અને યુક્તિ–શૂન્યત્વ ક્યાં છે? શું યુક્તિયુક્તતા અનેકાન્તવાદ પર આધારિત સિદ્ધા તેમાં છે? કે એકાન્તવાદ પર આધારિત સિદ્ધાન્તોમાં? જે સિદ્ધાન્ત યુક્તિયુક્ત હોય એને આદર કરે, અને યુક્તિશૂન્ય હાય તેને પરિહાર કરે, ત્યાગ કરે. - આટલું જ અમારું કહેવું છે. એમાં જે બીજાની નિંદા ગણવી હોય તે તો દા.ત. મુસાફરને કુમાર્ગ–સુમાર્ગ એળખાવનાર નિંદક? મુસાફરને એમ કહીએ કે “જે ભાઈ આ રસ્તે કાંટા, સપના દર,...વગેરે છે, અને આ બીજા રસ્તે કાંટા, દર વગેરે કશું નથી, માટે આ બીજો રસ્તો પકડ, પેલે રસ્તે. છેડી દે– આમ મુસાફરને સારે રસ્તો બતાવીએ એમાંય, મિથ્યા અભિમાન અને નિંદા કરી ગણાશે! અથવા મુસાફરે કાંટા બિલ વગેરેને રસ્તો છેડી એ વિનાને માર્ગ પકડો તે એ મુસાફર પણ મિથ્યા અભિમાની અને કાંટા, બિલ વગેરેને નિંદક ગણાશે ! એ જે તે ન ગણાય, તે.