SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ કહે છે? અમારા શ્રમણે તો વન ઉપવન આદિમાં એકા--- ન્તમાં વિચરનારા છે, પણ ગૃહવાસ કરીને રહેનાર નહિ. તેમજ ક્ષુધાતૃષાદિ મુખ્ય તપના કષ્ટને સહન કરનારા હોવાથી. તપસ્વી છે. આમ શરીરને તપથી શ્રમનારા માટે શ્રમણ જ છે. ગૃહસ્થ ક્યાં આવા હોય છે? એ તો ગૃહવાસી તપરહિત. અને પરિગ્રહધારી હોય છે ત્યારે ભિક્ષુઓ તો એકાન્તવિહારી, તપસ્વી, ભિક્ષાજવી અને અકિંચન હોય છે. પછી શું ભિક્ષુને. ગૃહસ્થ કહેવાય?” આદ્રકુમાર કહે છે “મહાનુભાવ! આમ અકિંચન હોવાથી અને વન-ઉપવનમાં એકાકી ફરનારા તેમજ સુધા-પિપાસાદિ સહન કરતા. ભિક્ષાટન કરનારા હોવા માત્રથી જે શ્રમણ બની જવાતું હોય, તો તો ભગની આશંસાવાળા ભિખારીઓને પણ તમારે શ્રમણ માનવા પડશે! એ પણ એ બધું કરે છે. એમને ય ઘર નથી. એ ય બધે એકાકી ફરનારા અને અકિંચન હાય. છે. વળી ક્ષુધાદિ પીડા સહન કરનારા અને ભિક્ષાટને જનારા એ પણ હોય છે. તો શું એ શ્રમણ છે? ના, ગૃહસ્થ જ છે. એમ તમારા ભિક્ષુઓ પણ સચિત્ત જળ-બીજ વગેરેના ઉપ--- ભોગથી ગૃહસ્થ જેવા જ છે. માત્ર એમણે સ્વજન સંબંધ. છોડયા એટલું જ, બાકી તો શકાય જીવોના સંહારક આરંભમાં–સમારંભમાં પ્રર્વતમાન છે! એથી કાંઈ સંસારને અંત ન થાય. અને એ શ્રમણે ય ન કહેવાય. શ્રમણ તો. અહિંસા સત્ય વગેરેનું સૂક્ષ્મતાથી પાલન કરનારા હોય.” આ સાંભળીને ગોશાળકે છે છેડાય છે, એટલે હવે બીજી દલીલ ધરવા ન મળી, તેથી આવેશમાં આવી
SR No.023539
Book TitleManna Minarethi Muktina Kinare Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy