________________ 87 એટલે પૂર્વોત્તર અવસ્થામાં કશે ફરક નથી. હા, કદાચ તમે પૂછે, કે પ્રવે- તો પછી મૌન જ રાખે ને ? ધર્મદેશના શું કામ આપે ? ઉo-ધર્મદેશના પ્રાણીઓના ઉપકાર માટે આપે છે. જે એમ ન હોય, તો તમે જ કહે– “ભગવાનની દેશનાથી જીવો પર ઉપકાર થાય છે કે નહિ?” કહેવું જ પડે કે “ઉપકાર થાય જ છે નહિતર તો તમારે ય ધર્મઉપદેશ નિરર્થક છે, જે તમારા ઉપદેશથી ય જીવો પર ઉપકાર ન થતો હોય તો. બાકી તમે તે અજ્ઞાની છતાં ઉપદેશ આપે છે, ત્યારે અહીં ભગવાન તો કેવળજ્ઞાનથી ધર્માસ્તિકાયાદિ ષદ્રવ્યમય સમસ્ત લેકને જોઈને, દ્વીન્દ્રિયાદિ ત્રસજીવો. અને પૃથ્વીકાયાદિ સ્થાવર જીવોની રક્ષા થાય એવું કહેનારા છે. વળી પોતે બાર પ્રકારના તપથી કસાયેલા દેહવાળા છે. તેમજ એમની પ્રવૃત્તિ લેશમાત્ર જીવહિંસાની નહિ, જીવને હણવાની નહિ, તેથી ભગવાન સાચા માહણ છે, જેને ન હણનારા છે. તેમજ પોતાના આત્માને શુદ્ધ કરી એ પ્રભુ શુદ્ધ બ્રહ્મમાં લીન રહેનારા તેથી સાચા " બ્રાહ્મણ ) છે. આવા ભગવાન તદ્દન નિર્મમ એટલે પોતાને કઈ જ લાભ–પૂજાપ્રતિષ્ઠાદિની આશંસા જ નહિ એટલે તેઓશ્રી માત્ર જીવોના. હિતાર્થે ધર્મ ઉપદેશ કરે છે. હવે તમને જ પૂછું - “બોલે જ્ઞાનીએ જાના હિતાર્થે ધર્મ–ઉપદેશ કરવો જરૂરી કે નહિ? જે જરૂરી નહિ એમ કહેશો, તો જગતના જીવે અજ્ઞાનભર્યા છે, એમને પોતાના