________________ 294 ત્યાં મનને ભાવના આપવાની કે “ભવિતવ્યતા એવી કે આવું બને, એકાએક હેલી થાય, પૂર આવે, અચાનક આગ ફાટે, તેમ જીવોના કર્મ એવા કે આવું બને, મેહનીય કર્મ અજુગતા કામ કરાવે, અશાતા–વેદનીય કર્મ એવાં કે આવી. ઘોર અશાતા આપે,” બસ, આવી ભાવના આપવાથી મન બગડે નહિ. મનને યોગ્ય ભાવના આપવાથી મનનું બળ વધે, અને આગળ વધતાં જબરદસ્ત સમભાવના વિચાર કરી શકે. [ હવે આદ્રકુમારમુનિના જીવનના આગળના પ્રસંગે. ભાગ-૨ માં વાંચે. –સંપાદક