________________ 251 ષાર્થથી સફળ નહિ કરે, તે સમજી રાખજે જીવન ચંચળ. છે, જોતજોતામાં પુરું થઈ જશે! એ પુરું થયું એટલે ધર્મપુરુષાર્થની તક ગઈ ! પછી હલકી ગતિઓના એકલી મેહની ચેષ્ટાઓના અંધકારમય જનમમાં કેદ પૂરાઈ ગયે, ધર્મ શું કરી શકશે? આ તું કેમ સમજતું નથી ?" શશી પ્રભ-સુરપ્રભનું હૃદયદ્રાવક વૃત્તાંત : ઉપદેશમાળા શાસ્ત્રમાં દષ્ટાન્ત આવે છે -એ ભાઈ હતા. મોટો ભાઈ શશી પ્રજરાજા, અને નાને સુરપ્રભ યુવરાજ. નગરમાં આચાર્ય મહારાજ વિજયશેષ સૂરિજી પધાર્યા. એમને ઉપદેશ સાંભળીને નાને સુરપ્રભ બંધ પામે તે મોટાભાઈ રાજાને કહે છે - ભાઈ ! આપણે ધર્મ કરીએ.” શશીપ્રભ કહે “આ તું ક્યાંથી ઠગાયે? હાથ-વેંતમાં. મજેના સુખસાધન મળ્યાં છે, એ શું છેડી દેવાના?” સુરપ્રભ કહે “આ સુખો ઠગારા છે. એમાં ન મુંઝાઈ જવાય. જગતમાં જુઓ બહુ થોડાને સુખ મળ્યાં છે, તે થડાએ જ પૂર્વ ધર્મ કરેલો માટે. બાકી ઘણા જ પાપ કરનાર, ને ઘણું દુઃખી છે. - શશી પ્રભ ન માન્યું, તેથી સુરપ્રભને એની કર્મ પીડિત. દશા જોઈ વૈરાગ્ય વધી ગયો! એણે દીક્ષા લીધી. તપ તપીને, પાંચમા દેવલોકે ગયે. મેટો ભાઈ કશે ધર્મ કરતું નથી,