________________ 25o કમસર આ બધી અવસ્થાઓમાંથી હું પસાર થઈશ જ હું સો વરસ પૂરા કરીશ જ,” કશે ભરસો નહિ કેમકે કેટલાય જે કઈ બાળપણે, તે કોઈ કુમારપણે, તે કઈ વળી યુવાનીમાં ચાલતા થાય છે, એ નજરે દેખાય છે. અતિ દુર્લભ ધર્મપુરુષાર્થ કાળ: આ સ્થિતિમાં જીવને કહે કે “હે પાપી જીવ! તું કેમ બેધ પામતે નથી? કેમ જાગ્રતું થતું નથી? જીવન હજી હાથમાં છે ત્યાં સુધી ધર્મ સાધી લેવાની તક છે જીવન પૂરું થયું એટલે તક ખલાસ! આ તું કેમ સમજતો નથી? ને કેમ ધર્મ કરવાનું ચૂકે છે? માનવ જનમને જીવનકાળ એ અતિદુર્લભ ધર્મને. પુરુષાર્થ કાળ છે. જગતમાં જુઓ અનેક પ્રકારના અવતારમાં રહેલા. એને પણ જીવનકાળ તે મળે છે, પરંતુ એ ક્યાં એમના માટે ધર્મ પુરુષાર્થ કરવાને કાળ છે? કેમકે એમને. ધર્મની કશી સમજ જ નથી, પછી ધર્મ–પુરુષાર્થ શું કરે ? એમને સમજ છે ખાવાની, વિષના રંગરાગ ઉડાવવાની. પરિગ્રહ મળતું હોય તે ભેગે કરવાની, અને આરામી. કરવાની ! આ બધાની એમને ગમે છે; ધર્મની કશી ગમ. જ નથી. જ્યાં ધર્મની કશી ગમ જ નહિ, ત્યાં ધર્મને પુરુષાર્થ એ શું કરે? એટલે જ કહેવાય કે એનો જીવનકાળ. એ ધર્મપુરુષાર્થને કાળ જ નથી. ત્યારે હે જીવ! તને આ અતિ દુર્લભ ધર્મપુરુષાર્થકાળનું જીવન મળ્યું છે. આવા સેનેરી કાળને ધર્મપુરુ