________________ 1. આદ્રકુમાર અને અભયકુમારઃ જિનપ્રતિમાની ભેટ વિવિથપાવ- પારૂ-માયણzસ–મ ! चउवीस जिण-विणिग्गय कहाइ, वोलंतु मे दियहा। જૈન શાસનમાં શ્રાવકજીવનમાં પણ રોજ ઉભયે ટક કરવાની પવિત્ર આવશ્યક પ્રતિકમણ–કિયાનું મુખ્ય સૂત્રવંદિત્ત સૂત્ર છે. એ શ્રી ગણધર ભગવાનની રચના છે. વૈ. સુ. 11 શ્રી ભગવાન મહાવીર સ્વામીએ શાસનની સ્થાપના કરી, ગણધર મહારાજેન ત્રિપદી આપી, ત્રણ પદ આપ્યા એના પરથી ગણધર મહારાજાએ અંતર્મુહૂર્તમાં દ્વાદશાંગી રચી. એમાં 14 પૂર્વ શાસ્ત્ર રચ્યા ! કેટલું અગાધ જ્ઞાન ! અને એ સમય કેક અલબેલે કે ગણધર ભગવંતના હદયમાં જે સમયે અગાધ દ્વાદશાંગી અને 14 પૂર્વ ફુરી આવ્યા ! એ અલબેલા. સમયમાં જ “વંદિત્ત સૂત્ર સહિત આવશ્યક સૂત્રો કુરી આવેલા! ત્યારે એ આવશ્યક સૂત્રેના પદ પદનું કેટલું બધું અગાધ મહત્વ ! સૂત્રકાર આ વંદિત્તાસૂત્રની ઉપરની ગાથામાં કહે છે, દીર્ઘકાળના એકત્રિત કરેલા પાપકર્મોને વિધ્વંસ કરનારી અને લાખો ભવનું મથન કરનારી ર૪ જિનેશ્વરથી નીકળેલી ધર્મકથાઓમાં મારે દિવસ પસાર થાઓ” આવી ભાવના શ્રાવક ભાવે છે. મનને એમ થાય કે શું આ ધર્મકથાઓને પ્રભાવ! અલ્પકાળના ધર્મકથાઓના શ્રવણ, તીર્ઘકાળના પાપ તેડી નાખે!