________________ પરંતુ અનેકાન્તવાદના અંજનથી દિવ્યદર્શન પામેલા આદ્ર. કુમાર તેમાં ફસાયા નહિ. ટૂંકમાં, “એકાન્તવાદ ખૂબ જ ભયંકર અને ભૂંડે છે” આ મહાન સત્યની પિછાણમાં આદ્રકુમાર મહષિના ચરિત્રનું વાંચન ઘણું જ ઉપયોગી બને તેમ છે. એક બાજુ પાંચ ઈદ્રિના વિષયેનું આકર્ષણ, અને બીજી બાજુ મે કહ્યું એજ બરાબર આવી પોતાની જૈન શાસ્ત્ર વિરુદ્ધ માન્યતાની પકડ, આ બે એવા સહામણા મિનારા છે કે જેના પર મનને ચઢી જવાનું ઘણું પસંદ પડે છે. પણ એ મિનારે ચડ્યા પછી મુક્તિને કિનારે (કદાચ ઊંચેથી બહુ નજીક દેખાતો હોય તો પણ) ઘણો દૂર થઈ જાય છે. જ્યાં સુધી એ ગર્વના મિનારા ઉપરથી મન નીચે ઊતરીને મુક્તિના કિનારા તરફ પોતાની જીવનનાવ હંકારવા ન માંડે ત્યાં સુધી આ જન્મમરણની વિટમ્બણાઓને અંત આવો દુષ્કર છે. મનના મિનારેથી નીચે ઊતરીને આદ્રકુમાર મહર્ષિની જેમ મુક્તિના કિનારા તરફ આપણે સૌ જોરદાર પ્રગતિ કરીએ અને એ માટે પુસ્તકમાંથી પ્રાપ્ત થતી ભરપૂર અનુકૂળ પ્રેરણાત્મક સામગ્રીને સાર્થક કરીએ એ જ મંગળ કામના.