________________ 187 અને એમ તે જ વિષયો તરફ ખેંચાયેલા છે, યા સહેલા સહેલા અને વિષયસુખ-પુષ્ટિ કરનારા મિથ્યા ધર્મમાં ખેંચાઈ જવાનું પડતા કાળમાં સહેજે બને. એમ લોકોમાં જૈન ધર્મ પળાતો ઓછો થઈ જાય ! તો જૈનશાસન ટકે નહિ એટલે આચાર્યોએ જૈનકુળ બાંધ્યા, જૈન ધર્મ પાળનારાઓનું સંગઠન કર્યું, રોટી-બેટી- વ્યવહાર એમાં જ. વળી આ સંગઠિત જૈનકુળોમાં દેવદશન- પૂજા–સાધુભક્તિ-જીવદયા વગેરે. આચાર નક્કી થયા. - આચાર્યોએ જોયું કે “જૈનકુળના ચોકઠામાં ગોઠવાઈ ગયેલા જી, કળાચારથી પણ દેવદર્શનાદિ ધર્મ કરતા રહેશે, તે જ જૈનકુળમાં જૈનધર્મની પરંપરા ટકશે. જૈન ધર્મની કિયાઓ અને આચારે ચાલુ હશે, તે જ જૈન ધર્મ ટકવાનો.” અને ત્યારથી ચાલી આવતા જૈનકુળમાં બધા ય માણસો ધમ–આચારે પાળતા તે બધા જ શું મક્ષના આશયથી ધર્મ પાળતા ? ના, પણ કહે - ભલે સૌને મને આશય નથી છતાં કુળાચારથી પણ આજ સુધી આ ક્રિયાઓ-આચાર કરતા આવ્યા છે, તે જ આજે જેને અને જૈનધર્મનું અસ્તિત્વ જોવા મળે છે. હવે અહીં જે એમ કહેવા જઈએ કે “તું માત્ર કુળાચારથી જ ધર્મ કરે છે? તને મેક્ષને આશય નથી ? જા, તારા ભાવ મેલા છે. મેક્ષના આશય વિનાને તારે ધમ એ અધર્મ છે, અને એથી તું ધર્મ કરીને ય સંસાર વધારી. રહ્યો છે.” તે એમ કહેવું કેટલું વ્યાજબી છે? જેને મેશને