________________ - 12 બધું જ વૈરાગ્યથી ઓતપ્રેત છે. અને પૂજ્યપાદ પ્રવચનકારશ્રીના પ્રવચનમાં બહુ જ સરળ અને શાસ્ત્રીય પદ્ધતિએ વિષયરાગ-દષ્ટિરાગનું નિરસન અને કેવલિભાષિત ધર્મની પ્રતિષ્ઠા થતી હોઈ સકલશ્રી સંઘ પૂર્વવત આ પ્રકાશનને પણ અંતરના ઉમંગથી વધાવી લેશે એમાં કઈ શંકા નથી. - પ. પૂ. મુનિરાજશ્રી પનવિજ્યજી મહારાજે આ પુસ્તકનું સંપાદન કરી આપ્યું. તેમજ વિદ્વદ્વર્ય પ. પૂ. મુનિરાજશ્રી જ્યસુંદર વિજયજી મહારાજે ઉપદુઘાત લખી આપે, તે બને પૂને તેમજ આર્થિક સહકાર આપનારાને અમે અત્યંત આભાર માનીએ છીએ. આ ગ્રન્થના બે ભાગના વાંચન દ્વારા કદાગ્રહથી સર્વથા. સૌ કઈ મુક્ત થાય એ જ અભ્યર્થના લિ. દિવ્યદર્શન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ કુમારપાળ વિ. શાહ વગેરે