________________ પ્રકાશકીય પ. પૂ. એકાન્તવાદતિમિરતરણી ન્યાયવિશારદ આચાર્ય. દેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબ, નવસારી ચાતુર્માસમાં મહાકષિ આદ્રકુમારના ચરિત્ર વિશે આપેલા પ્રવચનેના સંકલનરૂપે આ પુસ્તક (પ્રથમભાગ) પ્રસિદ્ધ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. દિવ્યદર્શન ટ્રસ્ટ ઘણા વર્ષોથી સાત્વિક અને શાસ્ત્રીય સાહિત્યના પ્રકાશન પથે વણથંભી આગેકૂચ કરતું આવ્યું છે. તેને બધે જ યશ સંસ્થાને મુક્ત હસ્તે દાન દેનારા મહાનુભાવોને છે એ નિઃશંક છે. | દિવ્યદર્શન ટ્રસ્ટ તરફથી પ્રકાશિત થતું સાહિત્ય વાંચનારાઓએ પિતાના આત્માને થયેલા લાભનું જે વર્ણન અમારી પાસે કર્યું છે તે ગ્રન્થસ્થ કરવા જઈએ તે પાનાના પાનાં ભરાય તેમ છે. પરંતુ તેનાથી અમારે આત્મવિશ્વાસ પણ ખૂબ જ વધતો જાય છે. છેલ્લા વર્ષો દરમ્યાન, શુદ્ધ શાસ્ત્રાનુસારી સંવેગ-વૈરાગ્ય ભરપૂર અને એવા અનેક મહાપુરુષના દણાતોથી ઓતપ્રેત જે સાહિત્ય પ્રગટ થયું છે તેના ચાહક પુણ્યાત્માઓએ અમારી સંસ્થા તરફથી પ્રસિદ્ધ થતાં એ સાહિત્ય ઉપર જે અભિનંદનના પુષ્પ વરસાવ્યા છે તેનું તે વર્ણન પણ થાય તેમ નથી. જૈન શાસનને પાયે, ચણતર કે શિખર