________________
૪૯ વૈરાગ્ય ભાવથી લક્ષ્મી વિગેરે ક્ષણિક પદાર્થને મોહ તજી દે ૯૧ संपदो जल तरंग विलोला,यौवनं त्रिचतुराणिदिनानि॥ शारदाभ्रमिव चंचलमायुः,किं धनैः कुरुत धर्म मनिन्द्यम्
લક્ષ્મી જળ તરંગની જેવી ચંચળ છે, વન વય શીવ્ર ચાલ્યું જાય છે, અને આયુષ્ય શરદ રૂતુના વાદળની જેમ અને ત્યંત અલ્પકાળ ટકે એવું છે તે અસ્થિર ધનને માટે આટલી દોડધામ કરવાની શી જરૂર છે? આટલા અલ્પ સમયમાં બની શકે તેટલી ત્વરાથી અહિંસાદિક શુદ્ધ નિર્દોષ ધર્મનુંજ સેવન કરવું ખાસ જરૂરનું છે. કેમકે સર્વ ઈચ્છિત વસ્તુ ધર્મથીજ પ્રાપ્ત થઈ શકે છે. શુદ્ધ ધર્મસેવન વિના ભવિષ્યમાં કંઈપણ સુખની આશા રાખવી વ્યર્થ જ છે. અને ધર્મ સેવનથી સર્વ પ્રકારનું સુખ સ્વતઃ પ્રાપ્ત થાય છે.
જ્યાં સુધી જીવ સંસારના મેહમય સંબંધમાં જ રચ્ચે પચ્ચે રહે છે ત્યાં સુધી તે મેહ માયાના જેરથી સંસારના સ્વરૂપને યથાર્થ સમજ્યા વિના, રવહિત સાધવાને કંઈપણ શક્તિવાન્ થઈ શકતું નથી. જ્યારે જીવને સંસાર સંબંધી દુઃખને ખરે ખ્યાલ આવે છે ત્યારે જ તેથી છૂટવાને કંઈક સાધનની શોધ કરે છે અને ભાગ્યને સત્સગવડે ધર્મનું સ્વરૂપ સમજવાને તેમજ સમજીને તેને સેવવાને તે સમર્થ થઈ શકે છે, સંસારનું સ્વરૂપ વિચારીને તેને ખરે ખ્યાલ લાવવાને માટે જ્ઞાની પુરૂ
એ અનિત્ય, અશરણાદિક બાર ભાવનાએ શાસ્ત્રમાં કહી છે. તેનું યથાર્થ મનન કરતાં ભરત, મરૂદેવી, નમિ રાજર્ષિ, પ્રમુખ અનેક ભવ્ય મુક્તિપદને પામ્યા છે. માટે ઉક્ત ભાવનાએનું સ્વરૂપ લેશ માત્ર બતાવવું અત્ર દુરસ્ત ધાર્યું છે.