________________
૭૮ શ્રી જન હિતોપદેશ ભાગ ૨ એ. તેનું નિરંતર શ્રવણ મનન કરીને તેમાં રહેલા પરમાર્થનું પરિશીલન કરવું યુક્ત છે.
ગમે તેવા સંજોગોમાં પિતાનું ખરું નિશાન નહિ ચૂકનાર દઢ અભ્યાસી અંતે સમાધિમરણને પામી અક્ષયસુખને અધિકારી થઈ શકે છે.
३७ आ भव परभव संबंधी भोगाशंसा
करीश नहि. આ લેક અથવા પરલેકના સુખની ઇચ્છાથી કરવામાં આવતી ધમૅકરણ અલ્પ ફળદાયી થાય છે, પણ જો તેજ કરણ કેવળ પારમાર્થિક મેક્ષ સુખને માટેજ સહેતુક સમજીને વિવેકથી કરવામાં આવી હોય તે તેથી મુખ્યપણે મેક્ષને અને ગણપણે સામાન્યતઃ સ્વર્ગાદિક સુખને સહેજે લાભ મળે છેજ. મનના પરિણામ મુજબ સામાન્ય વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. માટે જેમ બને તેમ નબળા પરિણામને મનમાં અવકાશ આપ નહિ. કદાચ તે પરિણામ થયે તે તેને દુર કરી દેવા ઘટતે પ્રયત્ન કરે, અને શુભ ભાવનાને શીધ્રસ્થાન આપવું. ખેડુત લેકે ખેડ કરી ખાતર નાંખીને જેમ ધાન્યના મેટા પાકને માટે ધાન્યનાં બીજ વાવે છે, પણ કેવળ પલાલ (ઘાસ) ને માટે વાવતા નથી, છતાં ધાન્યની નિષ્પત્તિ સાથે પલાલ પણ સાથેજ પાકે છે; તેમ મેક્ષને માટે કરવામાં આવતી કરણીથી પ્રસંગેપાત સ્વર્ગાદિકનાં સુખ પણ મળે છે, કેવળ સ્વાદિક સુખને