________________
૭૪
શ્રી જેન હિતોપદેશ ભાગ ૨ જે.'
લઈને જે સારી રીતે સાવધાન થઈને તે પાળવામાં આવે તે પિતાના પ્રયત્નના પ્રમાણમાં જરૂર લાભ પ્રાપ્ત થઈ શકેજ. ૫ રંતુ કેવળ ગતાનગતિકપણે સંમૂછિમની પેરેજ વર્તવામાં આવે તે ગમે તેટલું કષ્ટ સહન કર્યા છતાં જોઈએ એવું ફળ કદાપિ થઈ શકે જ નહિ. જે જે વ્રતનું પાલન પ્રીતિથી રૂચિથી-કરવામાં આવે છે તેનું જ ફળ સારૂં બેસે છે. અરૂચિથી કરવામાં આવતી ગમે તે ક્રિયાનું પરિણમન સારૂં થઈ શકતું જ નથી. તેથી ચિત્તની પ્રસન્નતા માટે ભય ( ચિત્તની ચંચળતા) દ્વેષ (અરૂચી) અને ખેદ ( ક્રિયા કરતાં થાકી જવું તે) દોષને દૂર કરવાને પ્રથમ પ્રયત્ન કરે જોઈએ. વસ્તુનું સ્વરૂપ યથાર્થ સમજાયાથી અને તેમાં પોતાનું મન વેંધાયાથી ઉક્ત દોષ સહજમાં દૂર થઈ શકે છે. પછી ખરી લહેજતથી પાળવામાં આવતા વ્રતોથી આત્માને યથાર્થ લાભ થાય છે. આ લેકના કે પરલોકના સુખને માટે કરવામાં આવતી કિયાને વિષ યા ગરલ સમાન કહી છે. ક્રિયાનાં ફળ, હેતુ સમજ્યા વિના કેવળ દેખાદેખીથી કરવામાં આવતી ક્રિયાને જ્ઞાની પુરૂષ અનનુષ્ઠાન કહે છે. તે તે ક્રિયા સંબંધી ફળ હેતુ, વિગેરેને સમજી કેવળ કલ્યાણને માટેજ કરવામાં આવતી ધર્મક્રિયાને તહેત કહે છે, તેમજ જ્યારે દઢ અભ્યાસથી ઉકત ક્રિયા મન વચન અને કાયાની એક્તાથી અવંચકપણે થાય છે ત્યારે તેમાં અમૃતના જે સ્વાદ આવવાથી જ્ઞાની પુરૂષ તેને અમૃતકિયા કહે છે, તહેતુ, અને અમૃતકિયાજ આત્માને મોક્ષદાયી છે, બાકીની ત્રણ તે ભવભ્રમણ કારીજ કહેલી છે. એટલે અધિકાર અતિ ઉપયેગી હેવાથી પ્રસગપાત કહેવામાં આવ્યું છે.