________________
શ્રી જૈનહિતોપદેશ ભાગ ૨ જે ૯ વિભૂષા-નાન, વસ્ત્રાલંકારથી કે તૈલાદિકના મર્દનથી બ્રાચારીને સ્વશરીરની શોભા કરવી કરાવવી નહિ.
એ પ્રમાણે અખંડ બ્રહ્મચર્યને પાળીને પુર્વે અનેક શુદ્ધા શ જેમ અક્ષય સુખને પામ્યા છે તેમ વર્તમાન અને અનાગત કાળમાં પણ પવિત્ર પુરુષાર્થ ફેરવનારા અનેક મહાશયે એ નિર્મળવતને નિરતિચારપણે પાળીને આત્મોન્નતિ કરી અન્યને દષ્ટાંતરૂપ થઈને અંતે અક્ષય સંપદાને વરશે.
२० परिग्रह-मूछानो परिहार कर.
સચેત, અચેત, કે મિશ્ર એવી અ૯૫ મૂલ્ય કે બહુ મૂલ્યવાળી વસ્તુ ઉપર મૂછ થવી તેને જ્ઞાની પુરૂષે પરિગ્રહ કહે છે. તે પરિગ્રહ બે પ્રકાર છે. - ધન, ધાન્ય, રૂપું, એનું, દ્વિપદ, ચતુષ્પદ વિગેરે બાહ્ય પરિગ્રહ છે. તથા વેદય ૩, હાસ્યાદિ ૬, મિથ્યાત્વ ૧ અને કષાય ૪ મળીને ૧૪ પ્રકારને અત્યંતર પરિગ્રહ કહ્યો છે. - એ બન્ને પ્રકારને પરિગ્રહ સર્વથા પરિહરે તે નિગ્રંથ મુનિ કહેવાય છે.
- અંતરને પરિગ્રહ તજ્યા વિના બાહા પરિગ્રહના ત્યાગ માત્રથી કંઈ કલ્યાણ નથી. શું કાંચળી માત્ર તજવાથી સર્પ નિવિષ થઈ શકે છે?
બંને પ્રકારના પરિગ્રહને તૃણવત્ તજીને જે સંસારથી ન્યારા રહીને સંયમને સાધે છે તેનાં ચરણકમળને ત્રણે જચત પૂજે છે.
પરિગ્રહ એક એવા પ્રકારને ગ્રહ છે કે જેના ગે આખી