________________
૧૫૮ શ્રી જૈન હિતાપદેશ ભાગ ૩ જે, અંત થાય છે.
(૨૪૦) પરભવ જતાં સંબલ માત્ર ધર્મનું જ છે માટે તેને વિશેષે ખપ કરે તે વિના જ છવ દુઃખની પરંપરાને પામે છે.
( ૨૪૧) જેનું મન શુદ્ધ-નિર્મળ છે તે જ ખરે પવિત્ર છે એમ જ્ઞાની માને છે.
(૨૪ર) જેના અંતર-ઘટમાં વિવેક પ્રગટ છે, તેજ અરે પંડિત છે એમ માનવું.
(૨૪૩) સદગુરુની સુખકારી સેવાને બદલે અવજ્ઞા કરવી એજ ખરું વિષ છે.
(૨૪૪) સદા સ્વપરહિત સાધવા ઉજમાલ રહેવું એજ - મનુષ્ય જન્મનું ખરું ફલ છે.
(૨૪૫) જીવને બેભાન કરી દેનાર સ્નેહ રાગજ ખરી મ. દિરા છે એમ સમજવું.
(૨૪૬) ધોળે દહાડે ધાડ પાડીને ધર્મધનને લૂંટનારા વિ જ ખરા ચોર છે.
(૨૪૭) જન્મ મરણનાં અત્યંત કટુક ફળને દેનારી તૃષ્ણાજ ખરી ભવેવેલી છે.
(૨૪૮) અનેક પ્રકારની આપત્તિને આપનાર પ્રમાદ સમાન કોઈ શ૩ નથી.
(૨૪૯) મરણ સમાન કેઈ ભય નથી અને તેથી મુક્ત કરનાર વૈરાગ્ય સમાન કેઈ મીત્ર નથી, વિષયવાસના જેથી નાબુદ થાય તે જ ખરે વૈરાગ્ય જાણ.
(૨૫) વિષયલંપટ-કામાંધસમાન કેઈ અંધ નથી કેમકે તે વિવેક શુન્ય હોય છે.