________________
૨૨
શ્રી જૈનહિતાપદેશ ભાગ ૨ જો
સસર્ગ વાતાદિક કરતાં કેમ કાયમ રહી શકાય એ જરૂર વિચા રવા જેવું છે.
સર્પ, વ્યાઘ્ર, ચાદિકની સાથે સહવાસ કરતાં એટલ' નુકશાન નથી જેટલું સ્ત્રીની સાથે ક્ષણમાત્ર રહેતાં સભવે, એમ સમજીને શાણા સાધુઓએ ક્ષણમાત્ર પણ સ્વચ્છ દપણે સ્ત્રીના સગ યા પરિચય કરવા ચેાગ્ય નથી.
સાપણી સ્પર્શ કરીને કરડે છે અને નારી તેા ક્રૂરથીજ ડંસ મારે છે. તેથી એમ સમજાય છે કે દૃષ્ટિ વિષ સર્પની જેમ તેની દૃષ્ટિમાંજ ઝેર રહેલુ છે. એવી સ્ત્રીનુ નામ સાંભળતાંજ સ્થાનાન્તર ચાલ્યા જવુ* જોઇએ,
સર્વ રીતે સંયમ પ્રાણને હરનારી હોવાથી નારીને શાસ્ત્રકારે પ્રત્યક્ષ રાક્ષસી કહીને ખેલાવી છે. છતાં તેના વિશ્વાસ કરનાર સાધુના ચરિત્ર વિષે વધારે શું કહેવું ? સ્ત્રીસંગી સાધુ જરૂર સચમથી ભ્રષ્ટ થઈ જાય છે.
સારાંશ એ છે કે ભવભીરૂ હોવાથી જે ભગવ'તની આજ્ઞા મુજખ સ્ત્રીના અંગોપાંગને પણ દ્રષ્ટિ દઇને નીરખતા નથી, વિકારબુદ્ધિથી ( પશુવૃતિથી ) તેની સાથે વાત પણ કરતા નથી, અને મનથી વિષયસુખની ભાવના કરતા નથી, એમ સર્વ રીતે સાવધાન થઈને બ્રહ્મચર્યનું પાલન કરે છે તેજ મહાત્માઓ આ સુરતર ભવાદધિને સહેજમાં તરીને અક્ષયસુખના અધિકારી થાય છે. એવા મહાશાનાંજ શુદ્ધ ચરિત્ર અનુકરણ કરવા ચેાગ્ય છે. વળી કહ્યું છે કે—
न च राजभयं न च चोरभयं, इहलोकं सुखं परलोक हितं ॥ वर कीर्तिकरं नरदेवनतं, श्रमणत्व मिदं रमणीयतरं ॥१॥