________________
શ્રી જિનહિતોપદેશ ભાગ ૩ જ. ૪. શુદ્ધ લાયક જ્ઞાનદર્શક ચારિત્રાદિક ગુણે પ્રાપ્ત થયે છતે પૂર્વલા અશુદ્ધ અભ્યાસિક ગુણે ત્યાજ્ય થાય છે, આત્માના શુદ્ધ જ્ઞાનાદિક સદગુણેમાં એવી સહજ અપૂર્વ શીતલતા તથા સુવાસના રહેલી છે કે તેને પામીને આત્મહંસ બીજે કયાંય પણ સ્થીતિ કરતા નથી. ફક્ત તેમજ સર્વ સંગ તજીને લયલીન થઈ રહે છે.
૪. આત્માનું સ્વરુપ જેથી સમ્યગૂ સમજી શકાય એવા તત્વજ્ઞાનના પ્રકાશવડે સ્વયં આત્માને શિક્ષા આપી સુધારી શકે તેવું ગુરુવ પિતાને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ઉત્તમ ગુરુનું શરણ અવશ્ય આદરવું યુક્ત છે, વ કલ્યાણ સાધવાને સંપૂર્ણ અધિકાર પ્રાપ્ત થયા બાદ ગુરુની આજ્ઞાથી એકલા વિચરવામાં પણ હિત છે, પરંતુ તેવી ગ્યતા પામ્યા પહેલાં સ્વછંદતાથી એકલા વિચરતાં તે કેવળ અહિતજ છે. - ૨. જ્યાં સુધી સદાચારની સંપૂર્ણ શુદ્ધતા સિદ્ધ થાય નહિ ત્યાં સુધી જ્ઞાનાચાર આદિ સકલ આચાર અવશ્ય સેવ્ય છે, ૫ણ જ્યારે અસંગ ચગની પ્રાપ્તિ થશે ત્યારે કેઈ વિકલ્પ પણ રહેશે નહિં, તેમજ ક્રિયા કરવાની ચિંતા પણ રહેશે નહિ, પ્રથમ મનની સ્થિરતા માટે સદા આચાર પાલવાની જરુર છે. આચારની શુદ્ધિથી મનની શુદ્ધિ વિશેષે થાય છે, અને અંતે નિર્વિકલ્પ સમાધિ સિદ્ધ થયે છતે સર્વ વિકલ્પ તથા ક્રિયા સ્વતઃ ઉપશમે છે. પરંતુ પરિપૂર્ણ ગ્યતા-અધિકાર પ્રાપ્ત કર્યા પહેલાં આપમતિથી જેઓ સદાચારને અનાદર કરે છે, તેઓ ઉભય ભ્રષ્ટ થઈ અંતે ભારે પશ્ચાતાપના ભાગી થાય છે, માટે પ્રથમ આચાર શુદ્ધિદ્વારા મન શુદ્ધિ કરી તે વડે અનુક્રમે વચન અને