________________
સુમતિ અને ચારિત્રરાજને સુખદાયક સંવાદ, ૧ર૭ સેકો ને જાન લેવાવાળા કેટલા બધા દીસે છે. તે બધા હવે તે મને ધર્મ-ઢગજ માલમ પડે છે. અહો દીનઅનાથ એવા તે બાપડાઓના પરલોકમાં શા હાલ થશે? ઉપરનું અનુકંપાનું લક્ષણ તે મને અભિનવ અમૃત જેવું, નવું જીવન આપનારું લાગે છે. હવે અવશિષ્ટ રહેલું આસ્તિકય કેવા પ્રકારનું જે તે કંઈક સમજાવે,
સુમતિ–રાગ, દ્વેષ, અને મહાદિક દેવ સમૂહથી સર્વથા મુક્ત અને અનંત શક્તિ સંપન્ન સર્વજ્ઞ સર્વદશી શ્રી જિનેશ્વર પ્રભુ પ્રણીત જીર અછવાદિક તત્વોનું સ્વરૂપ સમજીને તેનું યથાર્થ શ્રદ્ધાન કરવું. ગમે તેવી કુ-યુકિત કેઈ કરે તે પણ શુદ્ધ તત્વ માર્ગથી કદાપિ ડગવું નહિ. આવા તત્ત્વાગ્રહ અથવા તવ શ્રદ્ધાનથી કુમતિને સર્વથા ક્ષય થઈ જાય છે. ચત-જે જિન ભાળ્યું તે નહિ અન્યથા, એ જે દહ
રંગ; સુગુણુનર; તે આસ્તિકતા લક્ષણ પાંચમું, કરે કુમતિને એ ભગ
સુગુણ. ” ચારિત્ર –અહા! પ્રાણપ્રિયે! સુમતિ! આ લક્ષણ તે આડે આંકજ છે. આવા પરમાત્માના વચનમાં જ પ્રતીતિ રાખવી; તે વિનાના કપાળ કવિપત વચનેને વિશ્વાસ ન જ કરવે એ ખરા પરીક્ષકનું કામ છે કેમ?
સુમતિ––મોટા મોટા ગણાતા પણ અંધ શ્રદ્ધાળું ખરી તત્વ પરીક્ષામાં પાસ થઈ શકતા નથી. તેમને મિથ્યાત્વનું મોટું આવરણ આડું આવતું હોવું જોઈએ, નહિં તે ડાહી ડમરી વાતે કરી જગતને રંજન કરનારા છતાં તેઓ શુદ્ધ તત્વ પરીક્ષામાં કેમ