________________
મુમાત અને ચારિત્રસજન સુખદાયક સંવાદ, ૧૧૨ વીને તેવી ઈચ્છા છતાં આપને એકાને કહેવાની મને જોઈએ તેવી તક મળી શકી નથી?
ચારિત્રહ–આજ સુધી કહેવાની પ્રબળ ઈચ્છા છતાં કેમ તક ન મળી શકી? તેનું કારણ હવે સંકેચ રાખ્યા વિના કહે. હું તારી ઉપર પ્રસન્ન છું.
સુમતિ–આપ મારા સ્વામીનાથ મારી ઉપર સુપ્રસન્ન થયા છે તેથી હું મારું અહોભાગ્ય માનું છું આપની તેવી પ્રસન્નતા સદા બની રહે તેમ ખરા જીગરથી ઈચ્છું છું, પણ સાચું કારણું કહેતાં મન સંકેચાય છે.
ચારિત્ર –સુંદરી ! જરાયે સંકેચ રાખ્યા વિના ખરૂં કારણ હોય તે કહી.
સુમતિ–આજ સુધી આપ લાંબો વખત થયાં મારી ઉપેક્ષા કરીને મારી પત્ની (શકય) કુમતિનેજ વશ પડયા હતા, એ વાત શું આપ આટલામાં વિસરી ગયા કે જેથી મારે મેઢે તેનું કારણ કહેવડાવે છે? - ચારિત્ર–સુમતિ? તારા સ્થાયી સમાગમ વિના સર્વ કઈ કુમતિ વશ પડીને ખુવાર થાય છે તે તે તને સુવિદિત છે. - સુમતિ–હા, પણ આપે તે ચારિત્ર. નામ ધારીને અને દુનિયામાં પણ જેને તે દમામ રાખીને મારી વિગેવણ કરી તેનું કેમ?
ચારિત્ર–સુંદરી! તું જે કહે છે તે સત્ય છે, મારી દાંભિક વૃત્તિને સંભારતાં જ હવે તે મને શરમ આવે છે. પણ જો તારે સમાગમ થયો ન હતતે શું જાણીયે મારા શાએ હાલ થાત, હશે પાછી તેવી ભૂલ ન થાય માટે અને તારો