SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ : મુષ્ટિ-જ્ઞાનરૂપ પદાથી મુક્તિના અને શ્રાવકોને તે અવગ્રહમાં પ્રવેશવાનો અધિકાર નથી, તેથી તેઓ માત્ર કટાસણાના પાછળના ભાગથી-આગળના ભાગે આવવા રૂપે ળિસીfફ બેલી અવગ્રહ-પ્રવેશની મર્યાદા જાળવે. અને ભાવસિથાણ બેલી પુનઃ કટાસણાના પાછળના ભાગે જાય. આવી મર્યાદા હોઈ શ્રાવકોને અવગ્રહમાં પ્રવેશવાનું ન હેઈ ચરવલા ઉપર મુહપત્તીને સ્થાપી તેને ગુરૂચરણની કલ્પના કરી તેના પર આવર્ત વિધિથી વંદન કરવાનું છે. વધારામાં વર્તમાન-કાલીન સાધુઓની સમર્પિત ભાવપૂર્વકની ગુરૂ-વિનયની ભૂમિકા કાળ-બળે ઘટવા પામી છે, તેથી અતિ પ્રાચીનકાળની ગુરૂચરણે હાથ મુકી આવર્તવિધિ પૂર્વક વાંદણાની પ્રથા વર્તમાનમાં જીતકલ્પ-સામાચારી પ્રમાણે બંધ કરી ગુરૂની નજીક જવા રૂપે અવગ્રહમાં પ્રવેશ કરી દૂરથી જ રજોહરણ પર ગુરૂપાદુકાની સ્થાપના કલ્પી આવવિધિ જાળવી વદનની પદ્ધતિ સુવિદિત પુરુષોએ નિયત કરી છે. વળી ગુરૂ-ચરણે હાથ અડાડડ્યા પછી ને ગુરૂચરણને તરત હાથ અવળા કરવા એટલે પીઠ બતાવવી. ઉચિત ન ગણાય. તેથી જેમ દેરાસરમાંથી નિકળતી પ્રભુજીને પીઠ ન પડે તે દેષ ટાળવા પાછા પગે અગર બાજુના દ્વારથી નિકળવાની મર્યાદા છે,
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy