________________
આ પુસ્તકાના પરિવધિત સંસ્કરણરૂપ આ ચોથી આવૃત્તિ છે તે વાત આ પુસ્તિકામાં રજુ થયેલ શાસ્ત્રીય સંયમ-આરાધનાના મારા પ્રતિ મુમુક્ષુઓની અંતરંગ-પ્રીતિ બતાવે છે.
તે રૂપે શાસન હજી જયવંતુ છે. વિધિનો પક્ષપાત એ આરાધનાના પંથે મહત્વની વાત છે. મારી પાસે આ પુસ્તકની માંગણે છેલ્લા ૩-૪ વર્ષથી ઘણા પૂ. સાધુ-સાધ્વીજી ભગતેની હતી, પણ સમય આદિની અનુકૂલતા ન હઈ ફરી વ્યવસ્થિત રૂપે છપાવી શ્રમણ-સંસ્થાની પુનિત સેવામાં રજુ કરવાની ઈચ્છા છતાં હજી કદાચ વર્ષ-બે વર્ષ નિકળી જાત! પણ ગત વર્ષના ફાગણમાં શાસન-દીપક પ્રશાંતમૂર્તિ પ૦ આ. શ્રી કેલાસસાગરસૂરીશ્વરભગવતે તથા તેમના શિષ્ય રત્ન ૫૦ ૫. શ્રી જ્ઞાનસાગરજી મ. શ્રીએ સામે પગલે આગમમંદિર-ઉપાશ્રયમા પધારી અને આ પુસ્તક વાગ્ય સુધારા-વધારા સાથે ફરી તાત્કાલિક પ્રકાશિત કરવા ખૂબ ધર્મપ્રેમભર્યો નિખાલસ આગ્રહ કર્યો.
એટલે આ પુસ્તક વ્યવસ્થિત રીતે જે પ્રકાશિત થઈ રહ્યું છે, તેને બધે યશ પૂ. આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ. તથા ૫૦ ૫. જ્ઞાનસાગરજી મ૦ ની અદભુત પ્રેરણાને છે.
વળી આ પુસ્તકની પહેલાની આવૃત્તિઓ કરતાં આ પ્રકાશનમાં ઘણા મહત્વના સુધારાઓ કર્યા છે, ઘણી મહત્વની વિગત ઉમેરી છે, ઘણું આત્મ-હિતકર બાબતે અનેક મહાપુરુષની ને ધમાંથી મેળવીને રજુ કરી છે.