________________
[૮૫
શ્રીવીતરાગ-પરમાત્માની પ્રાર્થનાનું–ફળ
भत्तीए जिणवराणं, खिज्जन्ती पुव्वसंचिया कम्मा । गुणपगरिसबहुमाणो, कम्मवणवाणलो जेण ॥५॥"
શ્રી જિનવરેની પાસે પ્રાર્થના-માગણી કરવી તે અસત્યમૃષા–સત્ય પણ નહિ અને મૃષા પણ નહિ, એવી ચેથી વ્યવહાર ભાષા છે અને શ્રી વીતરાગ પ્રત્યે ભક્તિ દર્શાવવા માટે તેને પ્રવેગ થાય છે. રાગદ્વેષ રહિત શ્રી જિનેશ્વરે કાંઈ સમાધિ કે બોધિને ખરેખર આપતા નથી. (૧)
તે પણ તેમની પ્રાર્થના કરવાથી મૃષાવાદ-અસત્ય ભાષણ થાય છે, એમ પણ નથી. કારણ કે તેમના પ્રણિધાનથી અને તેમના ગુણથી જ ફલની પ્રાપ્તિ થાય છે. (૨)
રાગદ્વેષ રહિત ચિન્તામણિ રત્ન આદિથી જેમ પુણ્યવાન આત્માઓ સમીહિત-ઈચ્છિત વસ્તુને પ્રાપ્ત કરે છે, તેમ શ્રી જિનેશ્વરમાં રાગાદિને અભાવ હોવા છતાં તેમનું આરાધન કરનાર ભવ્ય આત્મા સમીહિત ફલને પ્રાપ્ત કરે છે. (૩) - શ્રીજિનેશ્વર એ અપૂર્વ ચિન્તામણિ મહાભાગ પુરૂષ છે. તેમની સ્તુતિ–ભક્તિ આદિ કરનારને બેધિલાભ-શ્રી જિનપ્રણીત ધર્મની પ્રાપ્તિ થાય છે. કારણ કે શ્રી જિનભક્તિરૂપી વસ્તુને સ્વભાવ જ એવો છે. (૪)
શ્રી જિનવરની ભક્તિથી પૂર્વ સંચિત પાપો ક્ષય પામે છે. કારણ કે ગુણપ્રકર્ષનું બહુમાન એ કર્મરૂપી વનને બાળવા માટે દાવાનળ સમાન છે. (૫)