________________
પ્રકરણ–ચાદનું.
શ્રી વીતરાગ પરમાત્માની ભક્તિનું ફળ
܀
શ્રી જિનેશ્વરા વીતરાગહાય છે.તે વીતરાગ હાવાથી તેમની ભક્તિ કરનાર ઉપર પ્રસન્ન થતા નથી કે નિંદા કરનાર ઉપર અપ્રસન્ન થતા નથી. છતાં ભક્તને ભક્તિનું ફળ અને નિકને નિંદાનું ફળ અવશ્ય મળે છે. એ સંબંધી શાસ્ત્રોમાં કહ્યું છે કે—
""
क्षीणकेशा एते नहि प्रसीदन्ति न स्तवोऽपि वृथा । तत्सद्भावविशुद्धेः प्रयोजनं कर्मविगम इति ॥ १ ॥ स्तुत्याऽपि भगवन्तः परमगुणोत्कर्षरूपतो तें । eg ह्यचेतनादपि मन्त्रादिजपादितः सिद्धिः ॥ २ ॥ यस्तु स्तुतः प्रसीदति रोषमवश्यं स याति निन्दायां । सर्वत्रासमचित्तः स्तुत्यो मुख्यः कथं भवति ॥ ३ ॥ शीतार्दितेषु हि यथा द्वेषं वह्निर्न याति रागं वा । नाह्वयति वा तथाऽपि च तमाश्रिताः स्वेष्टमनुवते ||४|| तद्वत् तीर्थंकरान्ये त्रिभुवनभावप्रभावकान् भक्या । समुपाश्रिता जनास्ते भवशीतमपास्य यान्ति शिवम् ॥५॥"
ક્ષીણ થયા છે. કલેશ જેમના એવા શ્રી જિનેશ્વરે પ્રસન્ન થતા નથી તાપણુ તેઓની સ્તુતિ-ભક્તિ નિષ્ફળ નથી. કારણ –તેથી સારા ભાવની વિશુદ્ધિ થાય છે અને સારા ભાવની વિશુદ્ધિથી કર્મના વિગમ-વિનાશ થાય છે. (૧)