________________
=
પ્રકરણતેર.
પ્રકરણતેરમુ
ત્રા
દેવાધિદેવના દર્શન-પૂજન આદિનું ફળ.
પ્રણમું શ્રી ગુરૂરાજ આજ, જિનમંદિર કેરે; પુણ્ય ભણી કરશું સફલ, જિન વચન ભલેશે. દેહરે જાવા મન કરે, ચોથ'-તણું ફલ પાવે; જિનવર જુહારવા ઉઠતાં, છઠ _પતે આવે. જાવા માંડયું એટલે, અઠ્ઠમ–તણું ફલ હોય; ડગલું ભરતાં જિનભણ, દશમ–તણું ફલ જે. જાઈસ્ય જિનવર ભણી, મારગ ચાલતા હવે દ્વાદશ તણું પુણ્ય, ભક્તિ માલતા. અર્ધ પંથ જિનહર-તણે, પંદર ઉપવાસ; દીઠે સ્વામીતણે ભુવન, લહીએ એક માસ. ૫ જિનહર પાસે આવતાં, છ માસી ફલ સિદ્ધ આવ્યા જિનહર બારણે, વરસી તપફલ લીધ. સો વર્ષ ઉપવાસ પુણ્ય, પ્રદક્ષિણા દેતાં, સહસ વર્ષ ઉપવાસ પુણ્ય, જિન નજરે જોતાં. ભાવે જિનવર જુહારીએ, ફલ હોવે અનંત, તેથી લહીએ તે ગુણે, જે પૂજે ભગવંત. ફલ ઘણું ફૂલની માલ, પ્રભુ કઠે કવતાં; પાર ન આવે ગીત નાદ, કેરાં ફલ થતાં. ૯
૧–એક ઉપવાસ. ૨-બે ઉપવાસ. ૩–ત્રણ ઉપવાસ. ૪-ચાર ઉપવાસ. ૫-પાંચ ઉપવાસ.