________________
૭૨ ].
દેવદર્શન . સિદ્ધાન્તનું પરિશુદ્ધજ્ઞાન, અતિશાયી ધર્મકથા, અવિસંવાદિ નિમિત્તાદિ વ્યાપારે વડે ભવ્ય પ્રાણુઓને હિતકારી મોક્ષનું બીજાધાનાદિસ્વરૂપ પરમાર્થ કરવા વડે વરબધિમાન પુરૂષ તીર્થંકરપણાને પામે છે-તીર્થકર નામકર્મની નિકાચના કરે છે—(૪) " चिन्तयत्येवमेवैतत्, स्वजनादिगतं तु यः । तथाऽनुष्ठानतः सोऽपि, धीमान् गणधरो भवेत् ॥५॥"
ભવથી તારવાની ભાવના પોતાના સ્વજને, કુટુંબીઓ, મિત્ર, દેશબંધુઓ વિગેરેને માટેજ જે બધિ પ્રધાન પ્રશસ્ત બુદ્ધિવાળો આત્મા ચિન્તવે છે તથા તેને અનુરૂપ પરોપકાર રૂપ અનુષ્ઠાન સેવે છે, તે આત્મા દેવ, દાનવ અને માનવાદિને માનનીય તથા મહિમાવાળું શ્રી ગણધર પદ-શ્રી તીર્થકર દેવના મુખ્ય શિષ્યપદને દેવાવાળું કર્મ ઉપાર્જન કરે છે. (૫) “ સંવિન્નો અનિવવર્માનિત તુ आत्मार्थसंप्रवृत्तोऽसौ, सदा स्यान्मुण्डकेवली ॥६॥"
માત્ર સ્વપ્રજન–સ્વહિતબદ્ધચિત્તવાળે સંવિગ્ન આત્મા જરા મરણાદિ રૂપ દારૂણ અગ્નિથી સળગતા ભવરૂપી જંગલના મધ્યમાંથી માત્ર પિતાના આત્માને જ બહાર કાઢવાની ભાવના ભાવે છે તથા તેને અનુરૂપ અનુષ્ઠાન સેવે છે, તે આત્મા તથા–પ્રકારના બાહી અતિશયથી શૂન્ય એવા મુંડ કેવલીસામાન્ય કેવલીપણને પામે છે. (૬)