________________
શ્રી જિનેશ્વરદેવના આત્માઓની અનાદિ ઉત્તમતા [ ૬૯ અનુપવિત્તા –દુષ્ટ વૃત્તિઓથી નહિ હણાયેલા ચિત્તવાળા હોય છે. હેવમુહુમાનન–દેવ અને ગુરૂનું બહુમાન કરનારા હોય છે. રામદારયા–તથા ગંભીર આશય-ચિત્તના ભાવને ધારણ
કરનારા હોય છે.
જે શ્રી જિનેશ્વરદેવના આત્માઓ અનાદિકાળથી ઉપયુક્ત વિશિષ્ટ યોગ્યતાને ધારણ કરનારા ન હોય, તો કોઈ પણ કાળે તેઓ સર્વોત્તમ બની શકે નહિ. તે સંબંધી શાસ્ત્રમાં કહ્યું છે કે– “न खल्वसमारचितमपि जात्यं रत्नं समानमितरेण । न च समारचितोऽपि काचादिर्जात्यरत्नीभवति "
અસમારચિત-અસંસ્કારિત પણ જાત્યરત્ન કદી ઈતર એટલે એથી વિપરીત કાચાદિ સમાન બનતું નથી તથા કાચાદિ સારી રીતે સંસ્કારિત કરેલ હોય તે પણ જાત્યરત્ન સમાન બનતા નથી.
ભવ્યત્વ તમામ આત્માઓનું સમાન હોય છે કિન્તુ પ્રત્યેક ભવ્ય આત્માઓની મુક્તિ સમાનકાળે અને સમાન સામગ્રીઓથી થતી નથી. તેથી પ્રત્યેકનું “તથાભવ્યત્વ” ભિન્ન ભિન્ન પ્રકારનું માનવું પડે છે. શ્રી જિનેશ્વરદેવના આત્માઓનું “સહજ તથાભવ્યત્વ સર્વ કરતાં ઉત્તમ હોય છે. જેમ જેમ તેમનું “સહજ તથાભવ્યત્વ” તે તે સામગ્રીના
ગે પરિપાક પામતું જાય છે, તેમ તેમ તેમની ઉત્તમતા બહાર આવતી જાય છે. વરબધિની–સમ્યક્ત્વની પ્રાપ્તિ બાદ તે શ્રી જિનેશ્વરદેવના આત્માઓ સર્વથા પરાર્થઉદ્યમી, ઉચિતક્રિયા