________________
૪]
દેવદર્શન
પૂ. ઉપાધ્યાય શ્રીમદ્ યજ્ઞવિજયજી મહારાજા શ્રી • પરમાત્મ પ'વિંતિકા’ માં ક્રમાવે છે કે
.
' इलिका भ्रमरीध्यानात् भ्रमरीत्वं यथाऽश्नुते । तथा ध्यायन् परात्मानं, परमात्मत्वमाप्नुयात् ॥ १ ॥ ઇલિકા--ઇયળ જેમ ભમરીના ધ્યાનથી ભમરીપણાને પામે છે, તેમ શ્રી વીતરાગ પરમાત્માને ધ્યાનાર—સેવન, પૂજન અને ઉપાસનાદિ દ્વારા તેમનામાં ચિત્તને પરાવનાર, શ્રી પરમાત્મપણાને અર્થાત્ શ્રી વીતરાગપણાને પ્રાપ્ત કરે છે. (૧) ચેાગદર્શનના પ્રણેતા શ્રી પતંજલિ પણ ચાગસૂત્ર' માં પ્રરૂપે છે કે
6
वीतरागविषयं वा चित्तं ।' अ. १, सू. -३८ અર્થાત્—શ્રી વીતરાગપુરૂષાને ધ્યેય રૂપે ગ્રહણ કરવાથી, યાગી પુરૂષનું ચિત્ત ધ્યાતાધ્યેય રૂપ થાય છે-એ નિયમાનુસાર, રાગદ્વેષાદિથી રહિત થઈ શાંત થાય છે— સ્થિરતાને પામે છે.
6
શ્રી વીતરાગદેવનાં દર્શન-પૂજન-સ્તવનાદિને, વર્ષેમાન જીવન અને આગામી જીવનની ઉન્નતિના અથી એવા સર્વ કઇ વિબુધ જનોએ આવશ્યક કર્તવ્ય તરીકે માન્ય રાખેલ છે: તેા પણ તેને સક્રિય અમલ જેટલા શ્રી જૈનશાસનમાં થઈ રહેલા છે, તેટલા ખીજી કેાઇ જગ્યાએ નથી. જૈન વર્ગમાં પણ જેએ શ્રી વીતરાગ દેવનાં દર્શનાદિ નિત્ય અને નિયમિત કરે છે, તેઓમાંના પણ ઘણા ખરા શ્રી વીતરાગદેવના સ્વરૂપથી અપરિચિત અને તેમની ભક્તિ આદિના રહસ્યથી મેાટા ભાગે અજાણુ હાય છે. એ કારણે તેને જેવા લાભ થવા