________________
પ્રસ્તાવના. શ્રી જૈનશાસનમાં શ્રી વીતરાગદેવનાં દર્શન, પૂજન અને સ્તવનાદિ, એ પ્રત્યેક સાધુ અને શ્રાવક માટે નિત્ય અને આવશ્યક કર્તવ્ય તરીકે ઉપદેશાયેલાં છે. એ ઉપદેશના આધારે આજે પણ પ્રત્યેક જેનો-પછી તે સાધુ હોય યા ગૃહસ્થ, પુરૂષ હોય યા સ્ત્રી, બાલક હોય યા વૃદ્ધ, યુવાન હાય યા યુવતી–સર્વ કેઈ શ્રદ્ધાપૂર્વક શ્રી જિનેશ્વરદેવનાં દર્શનાદિ કરે છેઅને તેનાથી, વ્યક્તપણે કે અવ્યક્તપણે અનેક પ્રકારના ફાયદાઓ ઉઠાવે છે.
શાસ્ત્રોમાં શ્રી વીતરાગદેવનાં દર્શન, પૂજન અને સ્તવનદિને તેને આચરનાર ભવ્યાત્માઓના, ભાવિ ઉન્નત જીવનની અચૂક આગાહીઓ રૂ૫ ગણેલાં છે. જે આત્મા જેટલી ઉચ્ચ વ્યક્તિને પૂજે છે, તે આત્મા તેટલી ઉચ્ચ સ્થિતિએ પહોંચે છે, એ સર્વમાન્ય સિદ્ધાન્ત છે. શ્રી વીતરાગનું દર્શન કરનારા, શ્રી વીતરાગની પૂજા કરનારા અને શ્રી વીતરાગની સ્તુતિ કરનારા, અનુક્રમે શ્રી વીતરાગની સમાન બને છે એ વાતમાં શ્રી જેન કે જેનેતર સર્વ કે પ્રામાણિક દર્શનકાર એકમત છે.
૧–“જેનેતર દર્શનકારને પ્રામાણિક દર્શનકાર કેમ કહી શકાય ?—એવી શંકા નહિ કરવી ? કારણ કે-જૈનેતર દર્શનકારો પણ જેટલે અંશે પ્રમાણશાસ્ત્રને માન્ય રાખીને પ્રત્યક્ષાદિ પ્રમાણથી અવિરૂદ્ધપણે વસ્તુતત્વનું પ્રતિપાદન કરે છે, તેટલે અંશે તેઓ પ્રમાણિક છે અને તે સિવાયના અંશમાં અપ્રામાણિક છે.