________________
પ્રકરણ-છ. છે. શ્રીજિનમહત્વની–સિદ્ધિ
છે.
સ્વપરશાસ્ત્રપારીણ, મહેપાધ્યાય શ્રીમદ્યવિજયજી મહારાજા સ્વરચિત પજ્ઞ શ્રી દ્વાન્નિશદ્વાત્રિશિકા નામના ગ્રન્થરત્નમાં ફરમાવે છે કે" वप्रत्रयध्वजच्छत्रचक्रचामरसम्पदा । विभुत्वं न विभोस्ताङ्मायाविष्वपि संभवात् ॥१॥ स्वामिनो वचनं यत्तु, संवादि न्यायसङ्गतम् । कुतर्कध्वान्तसूर्यांशुमहत्त्वं तद्यभ्यधुः ॥ २॥ પક્ષપાત ન વીરે, ઃ પાgિ યુમર ચર્ચ તરા, વાર્થ ગ્રિ. ૩”
ત્રણ ગઢ, ઇંદ્ર ધ્વજ, છત્રત્રય, ધર્મચક અને ચામરાદિની, સંપદાથી ભગવાન મહાન છે, એમ નથીકારણ કે તેવા પ્રકારનું મહત્ત્વ તે માયાવી-ઈન્દ્રજાલિકને વિષે પણ સંભવે . છે. કિન્તુ શ્રી વીતરાગ પરમાત્માનું-કુતર્કરૂપી અંધકારને નાશ કરવા માટે સૂર્ય સમાન, સંવાદિ (સમર્થ પ્રવૃત્તિજનક) અને ન્યાય સંગત (સ્યાદ્વાદમુદ્રાથી અંક્તિ) જે વચન છે, તે જ મહત્ત્વનું પ્રાજક છે. એ માટે ભગવાન શ્રીહરિભદ્રસરીશ્વરજી મહારાજે ફરમાવ્યું છે કે-મને શ્રી વીર-વર્ધમાન સ્વામિને વિષે ગુણને વિચાર કર્યા વિનાને જ રાગ નથી અને કપિલાદિને વિષે તેવા જ પ્રકારનો શ્રેષ નથી કિન્લ ગુણ દેષની આલોચનાપૂર્વક જેનું વચન યુક્તિયુક્ત હોય, તેનો જ સ્વીકાર કરવો જોઈએ. (૧-૨-૩)