________________
૧૮]
દેવદરન " यः पूज्यः सर्वदेवानां, यो ध्येयः सर्वयोगिनाम् । ___ यः स्रष्टा सर्वनीतीनां, महादेवः स उच्यते ॥४॥” युग्मम्
અનિદિષ્ટ નામવાળા એવા જે કોઈ દેવતા વિશેષ વીતરાગ-ઉપલક્ષણથી વીતદ્વેષ અને વીતોહ છે, સમસ્ત આવરણના ક્ષયથી ઉત્પન્ન થયેલ અને સમસ્ત દ્રવ્ય પર્યાયને વિષય કરનાર કેવળજ્ઞાનને ધારણ કરનાર સર્વજ્ઞ છે. તેમજ સર્વદશી છે, નિરંતર રહેનારું એવું, શાશ્વત સુખ-નિર્વાણજનિતઆનંદ, તેના જેઓ ઈશ્વર-(સ્વયં પ્રાપ્ત કરેલું હોવાથી) માલીક છે, ક્લિષ્ટ-ભવના હેતુ હોવાથી કલેશ સ્વરૂપ મેહનીયાદિ કર્મો, તેની કલા એટલે અંશથી પણ જેઓ રહિત છે, અર્થાત્ જેઓ ભવસ્થકેવલી છે, તથા સર્વથા–સર્વ પ્રકારે નિષ્કલ–સર્વ શરીર અને તેના અવયથી રહિત છે એટલે કે જેઓ સિદ્ધ કેવલી છે. જેઓ ભવનવાસી આદિ સર્વ દેવેને પણ અથવા હરિહરાદિ સર્વ દેવને પૂજનારા તેમના ભક્તને પણ પૂજ્ય છે, (પિતપોતાના દેવને પૂજનારા તેઓ વસ્તુત: ઉક્ત લક્ષણવાળા મહાદેવને જ મનમાં નિર્ધારિત કરીને પૂજે છે) જેઓ સર્વ ગિઓ–સમસ્ત અધ્યાત્મચિન્તકેને ધ્યાન કરવા ગ્ય છે અને જેઓ સર્વ પ્રકારના નૈગમાદિન તથા સામાદિ નીતિઓના રચનારા-પ્રકાશક છે, તેઓ જ પારમાર્થિક દેવ-મહાદેવ છે. ૩-૪.
૧–નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવભૂત એ સાત નો છે.
૨-સામ, દામ, દંડ અને ભેદ એ ચાર નીતિઓ છે.