________________
=
ઉપસંહાર
[ ૨૧૧ અજ્ઞાન અને અપંડિત પુરૂષ ઉત્તમ ગ્રંથમાં રહેલા જ્ઞાનના ભંડારને ન નિહાળી શકે, તેમ વીતરાગના સ્વરૂપથી અજાણ અને અપંડિત એવા આત્માઓને મૂર્તિનું દર્શન કરવા છતાં પણ, તે ગુણના ભંડાર રૂપ ન ભાસે, એમાં આશ્ચર્ય નથી. આ ગ્રન્થ, એ વીતરાગના વચનને જાણવાનું અને સમજવાનું સાધન છે, તેમ મૂર્તિ, એ સાક્ષાત્ વીતરાગને જાણવા અને ધાવવા–એકાગ્ર ચિત્તે સ્મરણ કરવાનું સાધન છે. પરંતુ ગ્રન્થ દ્વારા જ્ઞાન મેળવવા માટે જેમ વ્યાકરણ, કાવ્ય, કેષ અને ન્યાયશાસ્ત્રાદિના અધ્યયનનું અને તે દ્વારા અક્ષરના સંકેતનું તથા વાક્ય, મહાવાક્ય અને અંદપર્યાથે પર્યતનું જ્ઞાન મેળવવાની આવશ્યકતા છે, તેમ વીતરાગની મૂર્તિ દ્વારા વીતરાગ અને વીતરાગતાનું જ્ઞાન મેળવવા માટે વીતરાગને સ્વરૂપનું, વીતરાગના ગુણેનું, વીતરાગની શક્તિનું, વીતરાગન ઉપકારનું, વીતરાગની પૂર્વાપર અવસ્થાનું, વીતરાગના શાસનનું વીતરાગના શાસનના આરાધકનું, વીતરાગના શાસનની આરાધનાનું, તેના ફળનું, ફળની પરંપરાનું, વિગેરે વિગેરેનું યથાસ્થિત જ્ઞાન ચિત્તમાં પ્રગટ થવાની આવશ્યકતા રહે છે. એ જ્ઞાન જેમ જેમ પ્રગટ થતું જાય છે અને ચિત્તમાં જેમ જેમ તે સ્થિર થતું જાય છે, તેમ તેમ વીતરાગની મૂર્તિના દર્શનથી વીતરાગના સાક્ષાત્ દર્શન અને સમાગમ જેટલો લાભ એક અપેક્ષાએ મેળવી શકાય છે.
શાસ્ત્રોમાં જંઘાચારણ અને વિદ્યાચારણ જેવા લબ્ધિધર તથા અપ્રમત્તદશાએ પહોંચેલા મુનિવરેના પણ, જ્ઞાનધ્યાનમાંથી સમય કાઢી, નંદીશ્વરાદિ તીર્થોમાં રહેલાં શાશ્વત ચૈત્ય