________________
દેવદર્શન
૨૧૦ ]
इत्थं किं किमिति प्रकल्पनपरैस्त्वन्मूत्तिरुद्विक्षिता, જિ! સર્વાતિ ગમેવ રોયતિ સન્સ્થાનપ્રસાવામ્મદઃ ||’ શું આ મૂત્તિ બ્રહ્મમય છે?, શું ઉત્સવમય છે?, શું કલ્યાશુમય છે ?, શું જ્ઞાનના આનન્દ્વમય છે ?, શું ઉન્નતિમય છે ?, શું સર્વ શેાભામય છે ?–એ રીતિની કલ્પનાઓમાં તત્પર એવા કવિએ વડે જોવાયેલી આપની મૂત્તિ સધ્યાનના પ્રસાદથી સર્વને ઉલ્લંઘન કરી જનાર એવા જ્ઞાન રૂપ તેજને દેખાડે છે.
મૂર્તિ પાષાણુની કે ધાતુની હાવા છતાં, કવિઓને તે બ્રહ્મમય, ઉત્સવમય, કલ્યાણમય, જ્ઞાનમય, આનન્દમય, ઉન્નતિમય, સર્વશેાભામય કે કેવળ જ્ઞાન રૂપી તેજના પુંજમય લાગે છે, તે કેવળ અતિશયાક્તિ રૂપ કે ભાષાના અલંકાર રૂપ છે, એમ સમજવાનું નથી : કિન્તુ તે એક પરમ સત્ય રૂપ છે. જેમ ગહન જ્ઞાનને સમજાવનાર કેાઈ ગ્રન્થવિશેષ, કાગળ અને શાહીના સમૂહ રૂપ સાધારણ વસ્તુને હાય છે તા પણ, એકાગ્ર ચિત્તથી તેનું અધ્યયન કરનાર વિદ્વાન પુરૂષને તે જ્ઞાનના પુંજ રૂપ અને ચૈતન્યના ભંડાર રૂપ સમજાય છે, તેમ વીતરાગની મૂર્તિ પણ તેના દર્શન કરનાર જ્ઞાની પુરૂષને સાક્ષાત્ વીતરાગનું દશ્ય ખડું કરે છે અને વીતરાગના સઘળા ગુણાને જોનારના ચિત્તમાં પ્રતિબિંબિત કરે છે. વીતરાગની મૂર્ત્તિ તેને દર્શન કરનારના ચિત્તને સાક્ષાત્ વીતરાગની પાસે લઈ જાય છે : અન્ય શબ્દોમાં, વીતરાગની પાસે જવા માટે વીતરાગતા જેવી ઉચ્ચ કક્ષાએ ચઢવા માટે, મૂર્ત્તિ એ સાક્ષાત્ નિસરણી–સેાપાનની પંક્તિ રૂપ અની જાય છે. પરન્તુ જેમ