________________
૨૦૮]
દેવદર્શન એક જ સમજદાર માણસ દેવદર્શનની પવિત્ર પ્રણાલિકાનું સંરક્ષણ કરવાને સમર્થ થશે : અનેક સુગ્ય આત્માઓને દેવદર્શનના પવિત્ર રાહે એક ક્ષણ વારમાં પણ વાળી શકશે.
દેવદર્શન” જેવી પવિત્ર પ્રણાલિકાને વિરોધ કરનારાઓ. પણ, પોતે માનેલી ઈષ્ટ વસ્તુઓનું દર્શન કરવાને માટે હંમેશાં તત્પર રહે છે અને એ રીતિએ પણ પોતાના સમય, દ્રવ્ય અને સામર્થ્યને વ્યય કરે જ છે. એ વ્યયનું પરિણામ અને દેવદર્શન માટેના સમયાદિના વ્યયનું પરિણામ–એ બે વચ્ચે કેટલું અંતર છે, તે તે ઉઘાડી આંખે જેનારને પ્રત્યક્ષપણે સમજી શકાય તેમ છે. દેવદર્શન માટે નિશ્ચિત થયેલાં દેવમંદિરની આસપાસ આધ્યાત્મિકતા છવાઈ રહેલી માલુમ પડે છે, કઈ પણ પ્રકારનાં દુન્યવી પાપકાની કે વિષય-રાગની વૃદ્ધિ થતી દેખાતી નથી. જ્યારે તે સિવાયનાં સ્થાનેએ-વિદ્યા, કળા, જ્ઞાન, ગમ્મત કે એવા બીજા કોઈ પણ આશયે નિમિત થયેલા સ્થાનોએ કે તેની આસપાસના વાતાવરણમાં તેટલી પવિત્રતા, નિષ્પાપતા કે આધ્યાત્મિક્તાને વાસ અશક્ય બને છેઃ ઉદુ તેથી વિપરીત જ ઘણા ભાગે દેખાય છે. એક નાટક, એક સીનેમા કે એક થીએટરની આસપાસ જે દશ્ય નજરે પડે છે, તે દશ્ય એક દેવમંદિરની આસપાસ કદી પણ દેખાતું નથી. દુન્યવી દશ્ય જેવાની શાળાઓની ચોમેર પાપપ્રવૃત્તિઓના પુજના પુંજ એકત્ર થઈ જાય છે. એથી વિરૂદ્ધ દેવદર્શન કરવાની શાળાઓ-દેવગૃહ, દેહરાસરે અને દેવમંદિરેની ચોમેરથી પાપ પ્રવૃત્તિઓ જાણે દૂર ને દૂર હડસેલાતી હોય અને રોમેર જાણે પાપભીરુતાનું વાતાવરણ પ્રસરી રહ્યું હોય તેવો ભાસ થાય છે.