________________
=
=
=
પ્રકરણ–ત્રીસમું. છે. દેવદર્શન................ઉપસંહાર. છે
" अमोघा वासरे विद्युद्, अमोघं निशिगर्जितम् । નારીવાવવોડોય-મમોહં વનમ્ II ૨ . ”
દિવસે વિજળી અમોઘ છે, રાત્રિએ ગરવ અમેઘ છે અને સ્ત્રી તથા બાળકનું વચન જેમ અમેઘ છે, તેમ દેવનું દર્શન પણ અમેઘ છે–અવશ્ય ફળને આપવાવાળું છે.(૧)
દેવદર્શન કરવાની પ્રણાલિકા ભારતવર્ષમાં અતિ રૂઢ છે. પાશ્ચાત્ય સંસ્કૃતિના અનુકરણથી અને જડવાદી કેળવણીના પ્રચારથી ભારતવર્ષની એ પ્રાચીન રૂઢિ ઉપર અનેક પ્રકારના પ્રહાર થવા છતાં, દેવદર્શનની પ્રણાલિકા હજુ પણ પોતાનું
સ્થાન અડગપણે ટકાવી રહેલ છે. એમાં કારણભૂત એની નક્કરતા છે. દેવદર્શનની ક્રિયા નક્કર સત્ય ઉપર નિર્માણ થયેલી છે અને એ કિયાની પાછળ એટલાં બધાં સુંદર ત સમાયેલાં છે કે-જ્યાં સુધી એક પણ સમજદાર માણસતેના રહસ્યને સમજનાર માણસ, આ ભારતભૂમિ પર વિદ્યમાન રહેશે, ત્યાં સુધી તેને પ્રચાર અટકાવી શકાશે નહિ: એ
૧-આ શ્લોકને ભાવ જે કે લૌકિક દેવના દર્શનનું ફળ વર્ણવવાનો છે, તે પણ લકત્તર દેવના દર્શનને એ નથી લાગુ પડતો એમ નહિઃ બલ્ક એથી પણ વિશેષ લાગુ પડે છે, તે આખેય ઉપસંહાર વાંચી જવાથી માલમ પડી આવશે.