________________
શ્રી જિનભવનમાં તજવા યોગ્ય આશાતનાઓ
[ ૨૦૩ પ્રભુની જમણી બાજુએ અને સ્ત્રીઓને પ્રભુની ડાબી બાજુએ ઉભા રહીને દર્શન તથા પૂજન કરવાનું ફરમાવ્યું છે. આ વિધિ નહિ સાચવવાથી બીજી અનેક
પ્રકારની આશાતનાઓ થવાને સંભવ છે. [ ર૦૦-ર૦૧ર૦૨ મા પાનાથી આગળની નોંધ.].
૧-સચિત્ત દ્રવ્યોને ત્યાગઃ શ્રી જિનમંદિરમાં પ્રવેશ કરતી વખતે પિતાને સુંધવાનાં પુષ્પો તથા પહેરેલી પુષ્પની માળા વિગેરે સચિત્ત દ્રવ્ય બહાર મૂકીને પ્રવેશ કરે. અચિત્ત વસ્તુઓ પણ પિતાને
ખાવા-પીવાની કે સુંઘવાની હોય તે પ્રભુની દૃષ્ટિ ન પડે તેમ ચૈત્યની બહાર મૂકીને અંદર જવું. - ૨-અચિત્ત દ્રવ્યોને અત્યાગઃ પહેરેલાં અલંકાર, વસ્ત્ર અને રૂપાનાણું. ઈત્યાદિ અચિત્ત દ્રવ્યો ન છોડવાં તે. તેને ઉતારીને જવાથી ધર્મની શભામાં અભિવૃદ્ધિ થતી નથી તેમજ અંગ ઉપર ધારણ કરી રાખવાથીધર્મ અને શાસનની શોભા વધે છે.
૩-મનની એકાગ્રતા પ્રભુનું બિંબ દૃષ્ટિએ પડતાંની સાથે જ બીજા. વિચારનો ત્યાગ કરી ચિત્ત તેને વિષે જ એકાગ્ર કરવું.
૪-ભૂમિપ્રમાર્જન માટે, બંને છેડે દશીઓવાળું અને વચ્ચે. સાંધા વિનાનું એકશાટી ઉત્તરાસંગ અર્થાત ખેસ રાખો.
૫-મસ્તકે અંજલિઃ શ્રી જિનેશ્વરદેવનાં દર્શન થતાંની સાથેમસ્તકે બે હાથ જોડીને પ્રણામ કરવો.
આ પાંચ અભિગમ સામાન્ય ઋદ્ધિવાળા શ્રાવકે માટે છે. મેટી. ઋદ્ધિવાળા રાજા વિગેરે શ્રાવકે માટેનાં પાંચ અભિગમ જુદાં છે. દર્શન. કરવા આવનાર રાજા હોય તે તેણે પિતાનાં રાજચિહ્નો છોડીને જ મન્દિરમાં પ્રવેશ કરે. એ રાજચિહ્નો પાંચ પ્રકારનાં છે, તેથી મહર્દિક રાજા વિગેરે માટેનાં અભિગમ પણ પાંચ પ્રકારનાં છે. (૧)-ખર્ચ,
[ વધુ નેધ ૨૦૪ મા પાનામાં 1