________________
-
૨૦૨]
દેવદર્શન ૩-શ્રી જિનમંદિરમાં એંઠા મેહે કે અશુદ્ધ વસ્ત્રો પહેરીને જવું. ૪-દર્શન અને પૂજા કરતી વખતે સ્ત્રીઓ અને પુરૂષોએ પોત
પિતાના અલગ સ્થાને ઉભા ન રહેવું. શાસ્ત્રમાં પુરૂષને
[ ર૦૦૦૧ મા પાનાથી આગળની નોંધ. ]
૯-ત્રણ મુદ્રાઃ (૧–ોગમુદ્રા–આંગળીઓને પરસ્પર અંતરિત કરી કમળના ડેડાના આકારે બંને હાથને એકત્ર કરવા અને બન્ને હાથની કેણીઓને પેટ ઉપર સ્થાપન કરવી.(૨)–જિનમુદ્રા-કાઉસ્સગ્ન વિગેરેમાં ઉભા રહેતી વખતે ભૂમિ ઉપર બે પગને આગળનો ભાગ ચાર અંગુલ અંતરવાળો રહે અને પાછળ ભાગ તેથી કાંઈક ન્યૂન અંતરવાળે રહે તેમ રહેવું અને (૩)-મુક્તાશુક્તિમુદ્રા-મુક્તા એટલે મેતી અને શુક્તિ એટલે છીપ. મેતીની છીપના આકારે બંને હાથને સરખી રીતે અને મધ્યમાં ઉન્નત રહે એ રીતે રાખી કપાળે લગાડવા. આ મુદ્રા વડે જાંવતિ” “જાવંત” અને “જય વિયરાય” સૂત્ર કહેવામાં આવે છે.
૧૦-ત્રણ પ્રણિધાનઃ (૧)-ચૈત્યવંદન સ્વરૂપ “જાવંતિ ચેઈયાઈ” (૨)–મુનિવંદન સ્વરૂપ “જાવંત કેવિ સાહૂ અને (૩)-પ્રાર્થના સ્વરૂપ “જય વિયરાય—એ ત્રણ સૂત્રને “પ્રણિધાન ત્રિક કહેવાય છે. એમાં પ્રથમનાં બે સૂત્રોથી અનુક્રમે ત્રણે લેકમાં રહેલાં ચૈત્યોને તથા અઢી દ્વીપમાં રહેલા મુનિઓને નમસ્કાર થાય છે તથા ત્રીજા સૂત્રથી વીતરાગ પરમાત્મા પાસે ભવનિર્વેદાદિ આઠ વસ્તુઓની પ્રાર્થના કરવામાં આવે છે.
સર્વત્ર મન વચન અને કાયાની એકાગ્રતા રાખવી, તેને પણ પ્રણિધાન ત્રિક' કહેવાય છે.
પાંચ અભિગમનાં નામ અનુક્રમે નીચે મુજબ છે. “અભિગમવિધિ એટલે “શ્રી જિનેશ્વરદેવની સન્મુખ જવાની વિધિ.
[ વધુ નોંધ ર૦૩મા પાનામાં.