________________
દેવદર્શન
ન ખની શકતું હાય, તે પણ શ્રદ્ધાપૂર્વક નિરન્તર દેવદર્શનની ક્રિયામાં રક્ત રહે અને તેને ન છેડે તે તેના ઉદ્ધાર પણ કાલક્રમે શકય છે. મિથ્યાત્વરૂપી જલથી અને કુગ્રાહ–દુરાગ્રહરૂપી જલજ તુએથી ભરેલા આ ભવસાગરને તરી જવા માટેતે પણ એક ફલક-પાટીયું છે. અપૂન્યની પૂજા અને પૂછ્યની અપૂજા કરીને જીવે આ સંસારમાં જે કર્મ સંચય કર્યો છે, તેનું પ્રક્ષાલન કરવાને માટે ‘દેવદર્શન’ અને ‘દેવપૂજન’ સમાન બીજી કેાઈ જલ નથી. મિથ્યાત્વ એ પરમ રાગ છે, પરમ અધકાર છે, પરમ શત્રુ છે અને પરમ વિષ છે. દેવદર્શન અને દેવપૂજા એ મિથ્યાત્વ રાગના પ્રતિકાર કરવા માટે પરમ આષધ છે. મિથ્યાત્વ અંધકારનું નિવારણુ કરવા માટે પરમ દીપક છે. મિથ્યાત્વશત્રુના ઉચ્છેદ કરવા માટે પરમ શસ્ત્ર છે અને મિથ્યાત્વવિષના નાશ કરવા માટે પરમ અમૃત છે. મિથ્યાત્વ રાગથી મુક્ત થવા માટે, મિથ્યાત્વ અંધકારને ટાળવા માટે, મિથ્યાત્વ શત્રુના ઉચ્છેદ કરવા માટે અને મિથ્યાત્વ વિષને નાશ કરવા માટે દેવદર્શનરૂપી ઔષધ, દીપક, શસ્ત્ર અને અમૃતના ઉપયાગ કર્યા સિવાય આજસુધી કાઈને ચાલ્યું નથી, વર્તમાનમાં ચાલતું નથી અને ભવિષ્યમાં ચાલવાનું નથી. એ સત્યને સાકાઇએ સત્વર સમજી લેવું જોઈએ અને આત્માદ્ધાર માટે દેવદનાદિ ધર્મ ક્રિયામાં અધિકાધિક રક્ત બનવું જોઇએ.
૧૯૨ ]
*