________________
૧૬૮ ]
દેવાર્શન
આ શ્રદ્ધાદિ પાંચ ગુણા અપૂર્વકરણ નામની મહાસમાધિના બીજ છે. તેના પરિપાક અને અતિશયથી અપૂર્વ કરણની પ્રાપ્તિ થાય છે. કુતોથી ઉત્પન્ન થતા મિચ્છા વિકપાને દૂર કરી શ્રવણુ, પઠન, પ્રતિપત્તિ, ઇચ્છા અને પ્રવૃત્તિમાં જોડાવું, એ એના પરિપાક છે તથા સ્વૈર્ય અને સિદ્ધિ પ્રાપ્ત કરવી, એ એને અતિશય છે. શ્રદ્ધાદિ ગુણેાના રિપાક અને અતિશયથી પ્રધાનપરીપકારના હેતુભૂત અપૂર્વકરણ નામના ગુણુસ્થાનકની પ્રાપ્તિ થાય છે.
લાભના ક્રમ પણ એ રીતે જ છે. શ્રદ્ધાથી મેધા, મેધાથી ધૃતિ, ધૃતિથી ધારણા અને ધારણાથી અનુપ્રેક્ષા તથા વૃદ્ધિના ક્રમ પણ એ રીતે જ છે. શ્રદ્ધાની વૃદ્ધિથી મેધાની વૃદ્ધિ, મેધાની વૃદ્ધિથી ધૃતિની વૃદ્ધિ, ધૃતિની વૃદ્ધિથી ધારણાની વૃદ્ધિ અને ધારણાની વૃદ્ધિથી અનુપ્રેક્ષાની વૃદ્ધિ થાય છે.