________________
સ્થાપના અરિહંતની ભક્તિ
[ ૧૬૭ _ ધાણાપ= ધારણાવડે: અવિસ્મરણ પૂર્વક કિન્તુ શૂન્યચિત્તે નહિ? A અનુદ્દાપક અનુપ્રેક્ષાવડેઃ વિચારણા પૂર્વક કિન્તુ કેવળ પ્રવૃત્તિ માત્ર રૂપે નહિ.” [ ૧૬૯ મા પાનાથી આગળની નેધ. ] આ પ્રીતિ દીનતા અને ઉત્સુકતાથી રહિત તથા ધીર અને ગંભીર આશય રૂ૫ હોય છે. શાસ્ત્રમાં એને “દત્યથી હણાયેલાને ચિન્તામણિની પ્રાપ્તિની ઉપમા આપવામાં આવી છે. જેમ દૌર્ગત્ય-દરિદ્રતાથી ઉપહત થયેલાને ચિન્તામણિરત્નની પ્રાપ્તિ થાય અને તેના ગુણની માલૂમ પડે ત્યારે “જમવાની વૌર્ચ ” “હવે દૌર્ગત્ય ગયું” એ જાતિની માનસિક વૃતિ–સંતોષ ઉત્પન્ન થાય છે, તેમ જિનધર્મરૂપી ચિન્તામણિ રત્નની પ્રાપ્તિ થવાથી અને તેને મહિમા માલૂમ પડવાથી “ ની સંસા: હવે સંસાર કોણ માત્ર છે? એ જાતિની દુઃખની ચિન્તાથી રહિત માનસિક લાગણી ઉત્પન્ન થાય છે.
૪-ધારણ-જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થનારી, પ્રસ્તુત એક વસ્તુને વિષય કરનારી તથા અવિશ્રુતિ, સમૃતિ અને વાસના રૂ૫ ભેદવાળી ચિત્ત પરિણતિઃ શાસ્ત્રમાં એને “સાચા મોતીની માલાને પરવવા ના દૃષ્ટાંતની સાથે સરખાવી છે. તેવા પ્રકારના ઉપયોગની દઢતાથી તથા યથાયોગ્ય અવિક્ષિપ્તપણે સ્થાનાદિ યોગમાં પ્રવૃત્ત થવાથી યોગ રૂપી ગુણની માલા નિષ્પન્ન થાય છે.
પ-અનુપ્રેક્ષા-જ્ઞાનાવરણીય કર્મનાક્ષપશમથી ઉત્પન્ન થયેલે અનુભૂત અર્થના અભ્યાસને એક પ્રકાર, પરમ સંવેગનો હેતુ, ઉત્તરોત્તર વિશેષ વિશેષ પ્રતીતિ કરાવનાર,કેવલજ્ઞાનની સન્મુખ લઈ જનારે ચિત્તનો ધર્મ. શાસ્ત્રમાં એને “રત્નશોધક અનલ'ની ઉપમા આપવામાં આવી છે. રત્નને પ્રાપ્ત થયેલ રત્નશોધક અનલ જેમ રત્નના મલને બાળી નાંખી શુદ્ધિ પેદા કરે છે, તેમ આત્મરત્નને પ્રાપ્ત થયેલ અનુપ્રેક્ષા રૂપી અનલ કમલને બાળી નાંખી કૈવલ્યને પેદા કરે છે. કારણ કે તેને તે સ્વભાવ જ છે.