________________
શક્રસ્તવ–ભાવજિનેશ્વરનું સ્વરૂપ
[ ૧૬૧ રહિત, અચલસ્વાભાવિક અને પ્રાયેાગિક ચલનક્રિયા રહિત, અર્જવ્યાધિ વેટ્ટના રહિત. કારણ કે વ્યાધિ અને વેદનાના કારણભૂત શરીર અને મન ત્યાં નથી, અનન્ત-અનન્ત જ્ઞાન વિષય સહિત, અક્ષય-વિનાશના કારણુથી રહિત, અવ્યાબાધ–કર્મજન્ય વ્યાખાધા રહિત, અપુનરાવૃત્તિ–સંસારમાં ફરીવાર આવવાનું નથી એવું, સિદ્ધિ ગતિનામધેય—જેમાં જીવા સિદ્ધ-નિશ્ચિતાર્થ થાય છે તે લેાકાન્ત ક્ષેત્ર લક્ષણ સિદ્ધિ અને જવા યાગ્ય સ્થાન હાવાથી ગતિ—તેને પ્રાપ્ત થયેલા. શિવાચલાદિ વિશેષણા નિશ્ચયથી મુક્તાત્માને લાગુ પડે છે પણ વ્યવહારથી સ્થાન અને સ્થાનિને અભેદ માનીને સિદ્ધિ ક્ષેત્રને પણ લાગુ પડે છે. એવા પ્રકારના સ્થાનને સમ્પ્રાપ્ત-અશેષ કર્મથી રહિત બનીને પ્રાપ્ત થયેલા–સ્વસ્વરૂપમાં સ્થિર થયેલા.x
આ પ્રકારના જિનેશ્વરા, એ જ પ્રેક્ષાવંત પુરૂષાને નમસ્કાર કરવા ચેાગ્ય છે, એ જણાવવા તથા આદિ અને અંતમાં કરેલેા નમસ્કાર મધ્યમાં પણ વ્યાપિ છે, એ દર્શાવવા અને ભયને જીતનારા પણ તે જ છે કિન્તુ બીજા નથી, એ વાતનું સમર્થન કરવા ઉપસંહાર કરતાં કહે છે કે—
સમો નિપાળ નિઅમથાળ=જિનાને તથા ભયાને જીતનારાઓને નમસ્કાર થાએ. અહીં પુનરૂક્તિ દોષની શંકા
× આ પ્રકારની પ્રાપ્તિ વિભુ–સર્વવ્યાપક આત્માને સંભવતી નથી. સર્વગત આત્મા સદા એક સ્વભાવવાળા હાય છે અને એક જ સ્વરૂપે અવસ્થાન કરે છે. ક્ષેત્રથી અસર્વગત પરિણામી આત્માને જ સિદ્ધિક્ષેત્રની પ્રાપ્તિ સંભવે છે. એ કારણે ‘ કાય પ્રમાણ માત્મા છે. ' એ જાતિનું વચન એ જ સુસ્થિત છે. ખીજાં અજિનપ્રણીત વચન પ્રમાણુ છે.
૧૧