________________
દેવદર્શન
કરી શકે છે, તેમ બુદ્ધિ રૂપકરણ વિના પણ આત્મા જાણવાનું કાર્ય કરી શકે છે.
૧૬૦ ]
'सिवमयलमरु अमणंतमक्खयमव्वाबाहमपुणरावित्तिसिद्धिનામધેય ઢાળ સંપત્તાળ । ’શિવ, અચલ, અરૂજ, અનંત, અક્ષય, અભ્યામાય અને અપુનરાવૃત્તિ એવા સિદ્ધિ ગતિ નામના સ્થાનને પામેલા : શિવ–સર્વે ઉપદ્રવ
+ અથવા જ્ઞાનને વિષય વિશેષ છે. દર્શનને વિષય સામાન્ય છે. સર્વત સČદર્શી ભગવાન સર્વ વિષયને જાણનાર કેવી રીતે કહેવાય ? જે સમયે વિશેષને જાણે છે, તે સમયે સામાન્યને અને જે સમયે સામાન્યને જાણે છે, તે સમયે વિશેષને કેવી રીતે જાણી શકે? એમ પણ ન કહેવું. સામાન્ય અને વિશેષ, એ સર્વથા ભિન્ન પદાર્થ નથી કિન્તુ એક જ પદાર્થં સમપણે જણાય છે ત્યારે તે સામાન્ય શબ્દથી અને વિષમપણે જણાય છે ત્યારે વિશેષ શબ્દથી કહેવાય છે. તેથી જ્ઞાન વખતે પણ સર્વ પદાર્થો વિષય તરીકે હાય છે અને દર્શન વખતે પણ હાય છે. જ્ઞાન વડે વિષમતાધર્મવિશિષ્ટ પદાર્થોં જણાય છે પણ સમતાધર્મવિશિષ્ટ પદાર્થો જણાતા નથી. દર્શન વડે સમતા ધર્માંવિશિષ્ટ પદાર્થો જણાય છે કિન્તુ વિષમતાધર્મવિશિષ્ટ પદાર્થો જણાતા નથી. એટલે જ્ઞાનથી પદાર્થોના સામાન્ય ધર્મ અને દર્શનથી પદાર્થાંના વિશેષ ધર્મ ગ્રહણ થતા નથી.
જ્ઞાન દર્શન વડે ઉભયધર્મનું અગ્રહણ થાય છે, તેથી તે એને સર્વ અર્થનું ગ્રહણ કરનાર ક્રમ મનાય ! એમ પણ ન કહેવું. ધર્મ અને ધર્માંતેા સર્વથા ભેદ સ્વીકાર્યાં નથી. જ્ઞાન વડે સામાન્ય ધર્મની ગૌણુતાએ અને વિશેષધ'ની મુખ્યતાએ પદાર્થાનું ગ્રહણ થાય છે. દર્શન વડે વિશેષધની ગૌણુતાએ અને સામાન્ય ધંની મુખ્યતાએ પદાર્થોનું ગ્રહણ થાય છે. તેથી જ્ઞાન દર્શનની સર્વાર્થવિષયતા અવ્યાહત છે.