________________
શ્રીવીતરાગ પરમાત્માના દર્શન વખતે સ્તવના. [ ૧૧૭ " अन्यथा शरणं नाऽस्ति, त्वमेव शरणं मम । तस्मात्कारुण्यभावेन, रक्ष रक्ष जिनेश्वर ! ॥ ७ ॥"
હે જિનેશ્વર ! તુંજ એક મને શરણ છે. તારા સિવાય બીજું કઈ મારે શરણ છે નહિ. માટે દયા ભાવથી મારું રક્ષણ કર! રક્ષણ કર !૭
“પ્રામરમિi, gયુ પ્રણમ્,
वदनकमलमंकः, कामिनीसंगशून्यः । करयुगमपि यत्ते, शस्त्रसंबन्धवन्ध्यम्,
તલિ કારિ રે, વીતરા ! વવ . ૮.”
હે વીતરાગ ! આપનું દષ્ટિયુગલ પ્રશમ રસથી ભરેલું છે, આપનું મુખકમલ પ્રસન્ન છે, આપને અંક-ળે કામિનીસ્ત્રીસંગ રહિત છે, આપના કરયુગ–બે હાથ પણ શસ્ત્રના સંબંધ વિનાના છે. માટે આપજ જગતમાં વીતરાગાદિ ગુણોથી યુક્ત દેવ છે. ૮
" सरसशांतिसुधारससागरं, शुचितरं गुणरत्नमहाकरम् । भविकपंकजबोधदिवाकर, प्रतिदिनं प्रणमामि जिनेश्वरम् ॥९॥"
સરસ સમતારૂપી સુધારસના સાગર, અતિપવિત્ર ગુણરૂપી રત્નની મહા ખાણરૂપ તથા ભવ્ય જીવરૂપી કમળને વિકસ્વર કરવા માટે દિવાકર-સૂર્યસમાન એવા શ્રીજિનેશ્વર દેવને હું પ્રતિદિન–હંમેશા નમસ્કાર કરું છું. હું