________________
શ્રીજિનદન વખતની વિચારણા
[૧૧૩
પ્રભુનું રૂપ હજારા આંખાથી જોવાયું છે, પ્રભુના ગુણૈા હજારા મુખાથી પ્રશંસાયા છે, પ્રભુનું જ્ઞાન હજારા હૈયાથી અભિનંદાયું છે, પ્રભુનું ખલ હજારો મનારથ માલાએથી આકર્ષાયું છે, પ્રભુનું ચરિત્ર હુજારા મસ્તકેાથી નમસ્કાર કરાયું છે, પ્રભુના ઉપદેશ હજારા કાનાથી સંભળાયા છે, પ્રભુની કાયા હજારા અંજલિએથી આદર પામી છે, પ્રભુના કલ્યાણકા હજારા જીવાથી ઉજવાયા છે, પ્રભુના બિંખા હારા પ્રાણીઓથી પૂજાયા છે, પ્રભુનું નામ હજારા જીવાને તારનારૂં બન્યું છે, પ્રભુનાં ચરિત્રા હજારાને પ્રેરણા આપનારા થયા છે.
પ્રભુ નિરાગી છે, હું રાગી છું. પ્રભુ અદ્વેષી છે, હું દ્વેષી છું. પ્રભુ અક્રોધી છે, હું ક્રોધી છું. પ્રભુ અકામી છે, હું કામી છું. પ્રભુ નિવિષયી છે, હું વિષયી છું. પ્રભુ અમાની છે, હું માની છું. પ્રભુ અલેાભી છે, હું લેાભી છું. પ્રભુ આત્માનંદી છે, હું પુદ્ગલાનંદી છું. પ્રભુ અતીન્દ્રિય સુખના Àાગી છે, હું વિષય સુખના ભાગી છું. પ્રભુ સ્વભાવી છે, હું વિભાવી છું. પ્રભુ અજર છે, હું સજર છું. પ્રભુ અક્ષય છે, હું ક્ષય પામવાવાળા છું. પ્રભુ અશરીરી છે, હું શરીરધારી છું. પ્રભુ અચળ છે, હું ચંચળ છું. પ્રભુ અસર છે, હું મરણ પામવાવાળા છું. પ્રભુ નિદ્રા રહિત છે, હું નિદ્રા સહિત છું. પ્રભુ નિર્મોહી છે, હું માહથી મુંઝાએલા છું. પ્રભુ હાસ્ય રહિત છે, હું હાસ્ય સહિત છું. પ્રભુ રતિ રહિત છે, હું રતિ સહિત છું. પ્રભુ શાક રહિત છે, હું શાક સહિત છું. પ્રભુ ભય રહિત છે, હું ભય સહિત છું. પ્રભુ દુગંછા રહિત છે, હું દુગંછા સહિત છું. પ્રભુ નિર્વેદી છે, હું સવેદી છું. પ્રભુ અક્લેશી છે, હું કલેશ સહિત છું. પ્રભુ
'