________________
૧૧૨ ]
દેવદર્શન
હે ભગવન્ ! આપના આ બે કાના વડે વિચિત્ર પ્રકારનાં રાગરાગણીઓ શ્રવણુ કરવાના વિષયાનું સરાગપણે સેવન થયેલ નથી. સારા કે નરસા, ભલા કે ભૂરા, જેવા શબ્દો કાને પડ્યા તેવા રાગદ્વેષ રહિતપણે સંભળાયા છે, માટે આપના આ બે કાના પણ ધન્યવાદને યાગ્ય છે.
હે ભગવન્ ! આપના આ શરીરથી કાઈ પણ જીવની હિંસા આદિનું સેવન થયું નથી. પરન્તુ કેવળ યતના પૂર્વક સર્વને સુખ ઉપજે તેમ વર્તેવામાં આવ્યું છે. ગ્રામાનુગ્રામ વિહાર કરી અને જીવાનાં સંસાર બંધન તેડાવવામાં આવ્યા છે તથા સર્વે કર્મને ક્ષય કરી કેવલજ્ઞાન અને કેલદર્શન પ્રગટાવવામાં આવ્યા છે.
પ્રભુ કાચબાની જેમ ગુપ્તેન્દ્રિય છે. ખડ્ડી ગેંડાની જેમ એકાકી છે, પક્ષિની જેમ બંધનમુક્ત છે, ભારંડ પક્ષિની જેમ અપ્રમત્ત છે, કુંજર-હાથીની જેમ ાંડીર–પરાક્રમવાન્ છે, વૃષભની જેમ જાત સ્થામ-ખળવાન છે, સિંહની જેમ દુખે છે, મેરૂની જેમ નિષ્પ્રકંપ છે, સાગરની જેમ ગંભીર છે, ચંદ્રની જેમ સામ્યલેશ્યાવાળા છે, સૂર્યની જેમ દીપ્તતેજ છે, જાત્યકનકની જેમ જાતરૂપ છે, કાંસ્યપાત્રની જેમ નિર્લેપ છે, શંખની જેમ નિરંજન છે, જીવની જેમ અપ્રતિહત ગતિવાળા છે. આકાશની જેમ નિરાલંખન છે, વાયુની જેમ અપ્રતિષ્ઠદ્ધ છે, શરદઋતુનાં પાણીની જેમ શુદ્ધ હૃદયવાળા છે, કમળના પત્રની જેમ નિરૂપણેપ છે, પૃથ્વીની જેમ સઘળુ સહન કરવાવાળા છે અને સારી રીતે હવન કરેલા અગ્નિની જેમ તેજે કરીને જ્વલંત છે.