SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ છે પ્રકરણ–ઓગણીસમું. રૂ છે. શ્રીવીતરાગ-દર્શનનો–મહિમા. છે = === == = વીતરાગનું દર્શન ચન્દ્રની જેમ પાપ રૂપી તાપને શમાવે છે. સૂર્યની જેમ અજ્ઞાન તિમિરને હઠાવે છે. મેઘની જેમ ભવદવને શાન્ત કરે છે. અગ્નિની જેમ કર્મકાઇનું દહન કરે છે. પવનની જેમ કર્મરજને ઉડાવી દે છે. દર્પણની જેમ આત્મસ્વરૂપ બતાવે છે. દીપકની જેમ મોહાંધકારને નાશ કરે છે. ઔષધની જેમ ભવરોગને દૂર કરે છે. ચક્ષુની જેમ સત્પથને દેખાડે છે. ચિન્તામણિની જેમ સર્વ કામનાને પૂર્ણ કરે છે. અમૃતની જેમ ભાવ રોગનું નિવારણ કરે છે. જહાજની જેમ ભવસાગરથી પાર ઉતારે છે અને ચન્દનની જેમ ગુણસુવાસને પ્રગટાવે છે. વીતરાગના દર્શનથી વીતરાગ ભાવના પ્રગટ થાય છે: પાપસેના નબળી પડે છે. વિષયકષા પાતળા થાય છે: પાપપંક સૂકાઈ જાય છે. દુષ્ટ વાસનાઓ નિર્મૂળ થાય છે. સમતાભાવ વૃદ્ધિ પામે છે. ભવભ્રમણ ટૂંકું થાય છે. શ્રીવીતરાગ દેવ સંસારના વિસ્તારને વિણસાવનારા છે, ભાવરત્નના ખજાના છે, ત્રણ ભુવનના મુકુટ છે, આનંદના દેનાર છે, કૃપાના ભંડાર છે, નરક્રુપમાંથી ઉદ્ધરનારા છે, ભવાટવીના સાથેવાત છે ભવસાગરના નિર્ધામક છે અને મેક્ષમાર્ગના નાયક છે. ૧-નિર્મળ છતાં કૃપાળુ છે, નિગ્રન્થ છતાં પરઐશ્વર્યવાન છે, વિરક્ત છતાં અનંત સુખમાં આ સક્ત છે, ઉદાસીન છતાં પરમોપકારી . [ વધુ નેધ ૧૦૮ મા પાનામાં. ]
SR No.023518
Book TitleDevdarshanadi Dharm Karni
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherChimanlal Mohanlal Zaveri
Publication Year
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy